<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ગુજરાતમાં ૫૭.૫૦ લાખ ‘પીએમ જન ધન' ખાતા નિષ્‍ક્રિય

RTI રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : ૨૯ ટકા ખાતા વ્‍યવહાર વિના બંધ અવસ્‍થામાં, ૧૪.૧૫ લાખ જેટલા ખાાતામાં શૂન્‍ય બેલેન્‍સ

નવી દિલ્‍હી, તા. ૧૬ : ગુજરાતમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ આર્થિક સમાવેશીકરણના દાવાઓ સામે એક મોટો પડકાર સામે આવ્‍યો છે. રાઈટ ટુ ઈન્‍ફોર્મેશનના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ જન ધન ખાતામાંથી આશરે ૨૯ ટકા ખાતા હાલમાં નિષ્‍ક્રિય થઈ ગયા છે. આ દર રાષ્‍ટ્રીય સરેરાશ કરતાં ૨.૬ ટકા વધારે છે.

અહેવાલ મુજબ, ગુજરાતમાં જન ધન ટ્ટ ખાતાધારકોની કુલ સંખ્‍યા ૨.૦૧ કરોડને વટાવી ગઈ છે. જોકે, આ પૈકી ૫૭.૫૦  લાખ ખાતા લાંબા સમયથી કોઈ પણ પ્રકારના નાણાંકીય વ્‍યવહાર વિના નિષ્‍ક્રિય પડ્‍યા છે. નિષ્‍ક્રિય ખાતાઓની આ સંખ્‍યા શૂન્‍ય બેલેન્‍સ ધરાવતા ખાતાઓ કરતાં ૪.૦૬ ગણી વધારે છે, જે બેંકિંગ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બન્‍યો છે.

રાહતની વાત એ છે કે આ યોજનામાં મહિલાઓની ભાગીદારી મજબૂત છે. રાજ્‍યમાં કુલ ખાતાધારકોમાંથી ૫૧.૩% મહિલાઓ છે, જ્‍યારે ૪૮.૭% પુરુષ  ખાતાધારકો છે.

જોકે, ડેટાનું બીજું પાસું હકારાત્‍મક  ચિત્ર પણ રજૂ કરે છે. ગુજરાતના જન ધન ખાતાઓમાં કુલ રૂ. ૧૨,૮૦૪ કરોડ જમા છે. રાજ્‍યમાં ખાતાદીઠ સરેરાશ બેલેન્‍સ રૂ. ૬,૩૬૮ છે, જે રૂ. ૫,૩૩૯ની રાષ્‍ટ્રીય સરેરાશ કરતાં ઘણી સારી છે. આ ઉપરાંત, ગુજરાતમાં શૂન્‍ય બેલેન્‍સવાળા ખાતા માત્ર ૭.૦૪% (૧૪.૧૫ લાખ) જ છે. જે દેશના ૯.૬૯% ની સરખામણીએ ઘણા ઓછા છે.

એક તરફ ગુજરાતના સક્રિય ખાતાધારકો બેંકમાં સારી બચત રાખી રહ્યા છે, તો બીજી તરફ દર ૧૦માંથી લગભગ ૩ ખાતા નિષ્‍ક્રિય થઈ જવાથી આ યોજના સામે સવાલો ઊભા થયા છે. સરકારી સબસિડી કે ડાયરેક્‍ટ બેનિફિટ ટ્રાન્‍સફર (DBT) નો લાભ નિયમિત ન મળવો અથવા જાગળતિનો અભાવ આ ખાતા નિષ્‍ક્રિય થવા પાછળનું મુખ્‍ય કારણ હોઈ શકે છે.

 

(10:40 AM IST)