News of Thursday, 17th September 2026
તેલંગાણામાં તળાવમાં ડૂબી જવાથી ૬ બાળકના મોત
ગણેશ વિસર્જનની ખુશી માતમમાં ફરેવાઇ !

સંગા રેડ્ડી, તા.૧૭: તેલંગાણાના સંગા રેડ્ડી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલા એક દર્દનાક અકસ્માતમાં છ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ અણધારી આફતના કારણે મળતક બાળકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ મોટી દુર્ઘટનાઃ પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના પાટનચેરુ મંડળ અંતર્ગત આવતા પેડ્ડાકંજેરલા ગામમાં બની હતી. અહીં કેટલાક બાળકો ગણેશ પ્રતિમા વિસર્જન માટે નેરેડુ ચેરુવુ તળાવ પાસે ગયા હતા. વિસર્જનની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આ ૬ બાળકો ઊંડા પાણીમાં જતા રહ્યા હતા.
બાળકોને તરતા ન આવડતું હોવાને કારણે તેઓ પાણીમાં પોતાની જાતને સંભાળી શકયા નહીં અને ઊંડાણમાં ડૂબવા લાગ્યા. આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે તેમને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં છ બાળકોના ડૂબી જવાથી પ્રાણ રુઝાઈ ગયા હતા.
સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, જીવ ગુમાવનાર તમામ બાળકો શિરીષા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ હતા. એકસાથે છ વિદ્યાર્થીઓના અચાનક મોતથી પરિવારજનો પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે બાળકો આટલા ઊંડા પાણીમાં કેવી રીતે પહોંચ્યા અને ત્યાં સુરક્ષા વ્યવસ્થાને લઈને શું સ્થિતિ હતી
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
