News of Thursday, 15th October 2026
૬ દેશમાં ભારત કરતાં પણ સસ્તો છે મોબાઇલ ડેટા
સસ્તા ઈન્ટરનેટની ચર્ચા વચ્ચે ચોંકાવનારો ખુલાસોઃ છ દેશમાં ઈઝરાયલ, ઈટલી, ફિજી, સેન મરીનો, કમ્બોડિયા અને પાકિસ્તાનનો પણ સમાવેશ : કેબલ યુકેના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ ઈઝરાયલમાં છે

નવી દિલ્હી,તા.૧૫: ઈન્ટરનેટ સંબંધિત વિષયોની ચર્ચા જ્યારે પણ વૈશ્વિક ફલક પર થાય છે ત્યારે ઈન્ટરનેટ પાછળ ખર્ચાતા રૂપિયાનો મુદ્દો અવશ્ય ઉછળે છે. એક ચોક્કસ સમય બાદ અને મોંઘવારીના આ સમયમાં વાત એવી સામે આવી છે, જ્યાં ભારતમાં ઈન્ટરનેટ ડેટા સસ્તો હોવાનું જાણવા મળ્યું છે. ભારતનું નામ એ દેશની યાદીમાં છે જ્યાં મોબાઈલ ડેટા ખૂબ સસ્તો છે. પણ દુનિયાના બીજા પણ કેટલાક દેશ છે જ્યાં ભારત કરતા પણ સસ્તો ડેટા છે. આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે જ્યાં ઈન્ટરનેટ ડેટા ભારત કરતા સસ્તો છે.
ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા કૂદકે-ભૂસકે વધી રહી છે. એક અનુમાન અનુસાર દેશમાં આશરે ૫૦ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત એ દેશમાં સામેલ છે જ્યાં ઈન્ટરનેટ ડેટા સસ્તો છે. પણ આ યાદીમાં છ દેશ એવા છે જ્યાં ડેટા ભારત કરતા પણ સસ્તો છે, જ્યાં 1 GB ડેટાની કિમત ભારતમાં ઈન્ટરનેટ ડેટાની કિમત કરતા ઘણી ઓછી છે.
આ છ દેશમાં ઈઝરાયલ, ઈટલી, ફિજી, સેન મરીનો, કમ્બોડિયા અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. કેબલ યુકેના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ ઈઝરાયલમાં છે. ઈઝરાયલમાં સૌથી સસ્તો ઈન્ટરનેટ ડેટા છે. જ્યારે મિડલ ઈસ્ટમાં આવેલા દેશમાં ૧GB મોબાઈલ ડેટાની એવરેજ ૦.૦૨ ડોલર છે.
ભારતીય રૂપિયામાં આનું રૂપાંતર કરવામાં આવે તો માંડ રૂ.૧.૯૦ થાય છે. આ પછી બીજા ક્રમે ઈટલી છે, જ્યાં ૧GB મોબાઈલ ડેટાની સરેરાશ કિમત ૦.૦૯ ડોલર છે. એ પછી ફિજી (૦.૦૯ ડોલર), સેન મરીનો (૦.૧૦ ડોલર), કંબોડિયા (૦.૧૨ ડોલર) અને પાકિસ્તાનમાં ૧GB ડેટાની કિમત ૦.૧૨ ડોલર આશરે ૧૧.૪૦ રૂપિયા છે. ભારતની ગણતરી કરવામાં આવે તો ભારતમાં ૧GB ડેટાની કિમત ૧૫.૬૦ રૂપિયા છે.
આ સર્વેમાં કુલ ૨૩૭ દેશને સામેલ કરાયા હતા અને દરેક દેશના ૧GBના ભાવની સરેરાશ કાઢવામાં આવી હતી. કુલ ૫૬૦૩ પ્લાનના આધાર પર એવરેજ કાઢવામાં આવી હતી. દરેક દેશના મોબાઈલ ઈન્ટરનેટ રીચાર્જના પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા કેટલો મળે છે એની સામે GB કેટલા મળે છે એનો સર્વે કરાયો હતો. બાંગ્લાદેશમાં ૧ GB મોબાઈલ ડેટાની એવરેજ ૦.૨૩ ડોલર છે. ચીનમાં ૦.૩૮ ડોલર, બ્રિટનમાં ૦.૬૨ ડોલર, સિગાપુરમાં ૦.૬૩ ડોલર, જાપાનમાં ૩.૪૮ ડોલર તથા અમેરિકામાં ૬ ડોલર છે.
સૌથી વધુ મોંઘુ ઈન્ટરનેટ ઝિમ્બાબ્વેમાં છે. અહીંયા ૧GBની કિમત ૪૩.૭૫ ડોલર છે. ફાકલેન્ડ નામના ટાપુ પર ૧ ઞ્ગ્ મોબાઈલની કિમત ૪૦.૫૮ ડોલર, સેન્ટ હેલેનામાં તે ૪૦.૧૩ ડોલર, દક્ષિણ સુદાનમાં ૨૩.૭૦ ડોલર અને ટોકેલાઉમાં ૧૭.૨૪ ડોલર છે. યમનમાં ૧ ઞ્ગ્ મોબાઇલ ડેટા માટે તમારે ૧૫.૬૮ ડોલર ખર્ચવા પડે, જ્યારે તુર્કમેનિસ્તાનમાં તેનો ખર્ચ ૧૧.૪૨ ડોલર છે. તેવી જ રીતે, સ્વિટ્ઝર્લેન્ડમાં તેનો ખર્ચ ૭.૨૯ ડોલર છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
