<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

AAP નેતા સત્‍યેન્‍દ્ર જૈન અને પૂર્વ IAS સહિત ૬ લોકોની ધરપકડ

દિલ્‍હી જળ બોર્ડ કૌભાંડમાં ACBની મોટી કાર્યવાહી

નવી દિલ્‍હી તા.૧૯: દિલ્‍હી સરકારના દિલ્‍હી જળ બોર્ડ (DJB)માં સીવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ (STP)ના ટેન્‍ડર પ્રક્રિયામાં કરોડો રૂપિયાની અનિયમિતતાઓ, ટેકનિકલ શરતોમાં ફેરફાર અને કમિશન-લાંચ લેવાના ગંભીર મામલે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ACB એ દિલ્‍હીના પૂર્વ જળ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્‍યેન્‍દ્ર જૈન તેમજ પૂર્વ ત્‍ખ્‍લ્‍ અધિકારી સહિત કુલ ૬ શખસોની સત્તાવાર ધરપકડ કરી છે.

સત્‍યેન્‍દ્ર જૈન - દિલ્‍હીના પૂર્વ જળ મંત્રી (AAP નેતા)

ઉદિત પ્રકાશ રાય - દિલ્‍હી જલ બોર્ડના પૂર્વ CEO અને પૂર્વ IAS અધિકારી

અંકિત શ્રીવાસ્‍તવ - પૂર્વ કોન્‍ટ્રાક્‍ટ કન્‍સલ્‍ટન્‍ટ

નાગેન્‍દ્ર યાદવ - પ્રોપ્રાઈટર (A.N. એન્‍ટરપ્રાઈઝ)

રાજા કુમાર કુરા - માલિક (યુરોટેક એન્‍વાયરનમેન્‍ટ પ્રા. લિ.)

પંકજ વર્મા - પ્રોપ્રાઈટર (સૃજનહાર)

ટેન્‍ડર પ્રક્રિયામાં ફ્રોડ અને શરતો સાથે ચેડાં

ACBની તપાસમાં ખુલાસો થયો છે કે, દિલ્‍હી જળ બોર્ડના STPના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્‍ડરમાં અમુક ચોક્કસ પ્રાઈવેટ કંપનીઓને જ ફાયદો થાય તે રીતે ટેકનિકલ શરતોમાં ગેરરીતિ કરવામાં આવી હતી.કોઈ પણ યોગ્‍ય પાયલોટ સ્‍ટડી કરાવ્‍યા વિના જ ચોક્કસ ટેકનોલોજી પ્રોવાઈડરને ટેન્‍ડર પધરાવી દેવાયું.

ઈલેક્‍ટ્રોનિક પુરાવાઓની તપાસમાં ખાનગી વ્‍યક્‍તિઓ અને સરકારી અધિકારીઓ વચ્‍ચે ટેન્‍ડરની શરતો અને સુધારા અંગે થયેલી ગુપ્ત વાતચીતના આંકડા હાથ લાગ્‍યા છે.

નાણાકીય લેવડ-દેવડની તપાસ દરમિયાન ACBને કમિશન અને લાંચની રકમ ટ્રાન્‍સફર થઈ હોવાના નક્કર પુરાવા મળ્‍યા છે.

તપાસ એજન્‍સીના જણાવ્‍યા મુજબ, યુરોટેક કંપની સાથે જોડાયેલા સંસ્‍થાનોમાંથી A.N. એન્‍ટરપ્રાઈઝમાં ફંડ ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યું હતું, જે બાદમાં સરકારી અધિકારીઓ અને તેમના સગાં-સંબંધિઓ સુધી પહોંચાડાયું હતું. તત્‍કાલીન CEO ઉદિત પ્રકાશ રાય અને તેમના સગાંઓના બેંક ખાતાઓમાં અંદાજે રૂ. ૧.૫૨ કરોડ ટ્રાન્‍સફર થયા હોવાનો આક્ષેપ છે, જે રકમનો ઉપયોગ સ્‍થાવર મિલકતો (Real Estate) ખરીદવા માટે કરવામાં આવ્‍યો હતો.

વિજિલન્‍સ ડિરેક્‍ટોરેટની ફરિયાદના આધારે મે ૨૦૨૪માં નોંઘાયેલી FIRનો આધાર લઈને ACB એ ૧૮ ઓગસ્‍ટના રોજ આ તમામ આરોપીઓની પૂછપરછ બાદ અટકાયત કરી છે. હાલમાં એજન્‍સી દ્વારા કૌભાંડમાં ટ્રાન્‍સફર થયેલા તમામ નાણાકીયસ્ત્રોતો અને ગુનાહિત કમાણીની વધુ તપાસ ચાલુ છે.(૩૮.૩)

(9:55 AM IST)