તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
મનુષ્ય બેઇમાન છે મનુષ્ય એ વાત માનવા પણ તૈયાર નથી કે- પોતે હમણા ઇશ્વર તરફ જવા નથી ઇચ્છતો મનુષ્ય પોતાના હાથ તો સંસાર તરફ ફેલાવે છે અને કહે છે એમ કેઃ ‘હું ઇશ્વર તરફ જવા ઇચ્છુ છું, પણ શું કરૂ? રસ્તો નથી મળતો! મારો પોતાનો અનુભવ એવો છે કે- જો મનુષ્ય ઇશ્વર તરફ વાસ્તવમાં જવા ઇચ્છતો હોય તો તેને સમગ્ર સંસાર રોકવા ઇચ્છે તો પણ રોકી ન શકે. અત્યારે તો તમે ધનને ખોજી રહ્યા છો. અને વાતો પરમાત્માની કરો છો. અત્યારે તો તમે પદને ખોજી રહ્યા છો, અને વાતો પરમાત્માની કરો છે. અત્યારે તો તમે પદને ખોજી રહ્યા છો, અને વાતો પરમાત્માની કરો છો, શોધો છો કંઇક અને વાતો કંઇક બીજી જ કરો છો. આ વાતો દ્વારા તમે તમારી આસપાસ એક ભ્રમ ઊભો કરો છો. જેના દ્વારા તમે અન્યને છેતરો છો, અને સ્વયંને પણ છેતરો છો- તમે માનવા લાગો છો કે તમે ખૂબ ધાર્મિક વ્યકિત છો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
