<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ગરીબ કરતાં ધનિકોમાં અકાળ મૃત્‍યુનું જોખમ ૬૨% ઓછું : મુસ્‍લિમમાં અલગ ટ્રેન્‍ડ

ઉચ્‍ચ જાતિના હિન્‍દુ પુરુષોની તુલનાએ મુસ્‍લિમ પુરુષોમાં અકાળ મૃત્‍યુનું જોખમ ૨૧% ઓછું SC-ST પુરુષોમાં મૃત્‍યુદર ઊંચો, આર્થિક અને ભૌગોલિક સ્‍થિતિ મુખ્‍ય કારણ

નવી દિલ્‍હી, તા. ર૭ : ભારતમાં ધનિક પરિવારોના પુરુષનું પુખ્‍તવય દરમિયાન મળત્‍યુ થવાની શકયતા ગરીબ પરિવારોના પુરુષની સરખામણીએ ૬૨ ટકા ઓછી હોય છે. મહિલાઓમાં પણ આ તફાવત લગભગ એટલો જ મોટો છે. સૌથી ધનિક પરિવારોની મહિલાઓમાં સૌથી ગરીબ પરિવારોની મહિલાઓની સરખામણીએ સમયના મળત્‍યુનું જોખમ ૪૨ ટકા ઓછું જોવા મળ્‍યું છે. આમ અકાળ મોત માટે જ્ઞાતિ કે ધર્મ કરતાં આર્થિક સ્‍થિતિ મહત્ત્વનો ભાગ ભજવે છે.

ભારતમાં બે દાયકાથી પુખ્‍ત વયના લોકોના મળત્‍યુદરને ટ્રેક કરતાં એક અભ્‍યાસ જાણવા મળ્‍યું છે કે ૧૫થી ૫૯ વર્ષની વય વચ્‍ચે જીવિત રહેવા માટે જાતિ કે ધર્મ કરતાં પરિવારની આર્થિક સ્‍થિતિ વધુ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. અનુસૂચિત જાતિની મહિલાઓમાં હજુ પણ મળત્‍યુનું જોખમ વધુ રહે છે, જ્‍યારે મુસ્‍લિમ પુરુષોમાં ઉચ્‍ચ જાતિના હિન્‍દુ પુરુષોની સરખામણીએ મળત્‍યુનું જોખમ ઓછું જોવા મળ્‍યું છે.

આ અભ્‍યાસ ‘ડેમોગ્રાફિક રિસર્ચ' નામના જર્નલમાં પ્રકાશિત થયો હતો. તેમાં નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે (NFHS)ના ત્રણ તબક્કા ૧૯૯૮-૯૯, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૯-૨૧ દરમિયાનના મળત્‍યુદરના આંકડાઓનું વિશ્‍લેષણ કર્યું હતું. ૧૫થી ૫૯ વર્ષની વયજૂથના દર ૧,૦૦૦ પુરુષોમાં સૌથી ગરીબ પરિવારોના ૨૮૦ પુરુષોના મળત્‍યુની સંભાવના જણાઈ હતી, જ્‍યારે સૌથી ધનિક પરિવારોમાં આ આંકડો ૧૫૮ હતો. મહિલાઓમાં સૌથી ગરીબ પરિવારોમાં ૧,૦૦૦એ ૧૫૭ અને સૌથી પારક પરિવારોમાં ૮૭ મળત્‍યુની સંભાવના નોંધાઈ હતી. સંશોધકોએ જાતિ, ધર્મ, ગ્રામીણ કે શહેરી વસવાટ અને રાજ્‍યો વચ્‍ચેના તફાવતને ધ્‍યાનમાં રાખીને પણ વિશ્‍લેષણ કર્યું હતું. આ પરિબળોને ધ્‍યાનમાં લીધા પછી પણ સૌથી ધનિક ૨૦ ટકા પરિવારોના પુરુષોમાં સૌથી ગરીબ ૨૦ ટકા પરિવારોના પુરુષોની સરખામણીએ મળત્‍યુનું જોખમ ૬૨ ટકા ઓછું હતું.

મહિલાઓમાં આ જોખમ ૪૨ ટકા ઓછું હતું. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પુરુષોમાં નોંધાયેલો ઊંચો મળત્‍યુદર મુખ્‍યત્‍વે તેમની આર્થિક અને ભૌગોલિક પરિસ્‍થિતિઓ સાથે જોડાયેલો છે. ૨૦૧૯-૨૧માં અનુસૂચિત જાતિના પુરુષોમાં અકાળ મળત્‍યુની સંભાવના દર ૧,૦૦૦એ ૨૫૬ અને અનુસૂચિત જનજાતિના પુરુષોમાં ૨૫૪ હતી. ઉચ્‍ચ જાતિના હિન્‍દુ પુરુષોમાં આ આંકડો ૧૯૭ હતો.મુસ્‍લિમ પુરુષોમાં ઉચ્‍ચ જાતિના હિન્‍દુ પુરુષોની સરખામણીએ પુખ્‍ત વયે મળત્‍યુનું જોખમ સતત ઓછું રહ્યું હતું. ૨૦૧૯-૨૧માં પરિવારની આર્થિક સ્‍થિતિ, રહેઠાણનું સ્‍થળ અને રાજ્‍યસ્‍તરના તફાવતોને ધ્‍યાનમાં લીધા પછી પણ મુસ્‍લિમ પુરુષોમાં મળત્‍યુનું જોખમ ૨૧ ટકા ઓછું હતું.

(11:27 AM IST)