તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th April 2024
એશિયન વિકાસ બેંક ભારતીય ઇકોનોમીથી આફ્રિન
એડીબી એ ૨૦૨૪ - ૨૫ માટે ભારતનાં જીડીપી ગ્રોથ અનુમાનને ૦.૩ ટકા વધારી ૭ ટકા જાહેર કર્યો : આ પહેલા અનુમાન ૬.૭ ટકા જાહેર કર્યુ હતું : ઇન્વેસ્ટમેન્ટ અને ડિમાન્ડ વધવાથી બેંક પ્રભાવિત : મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરમાં ઝડપી અને મજબુત ગ્રોથ નોંધાયેલ છે

નવી દિલ્હી, તા.૧૧: એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વળદ્ધિ અંદાજને ૬.૭ ટકાથી વધારીને ૭ ટકા કર્યો છે. તેના એપ્રિલ એડિશનના અહેવાલમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યું હતું કે સરકાર અને ખાનગી ક્ષેત્રના સતત મજબૂત રોકાણને કારણે અર્થવ્યવસ્થા મજબૂત છે. આ ઉપરાંત ગ્રાહકોની માંગની સ્થિતિ પણ સારી છે. તમને જણાવી દઈએ કે, ADB દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે GDP વળદ્ધિ દર ૭.૬ ટકા નક્કી કરવામાં આવ્યો છે.
ADB દ્વારા જારી કરવામાં આવેલી તેની નોટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત રહી. આગામી નાણાકીય વર્ષમાં પણ આ ચાલુ રહી શકે છે. અર્થવ્યવસ્થાને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાંથી સૌથી વધુ ટેકો મળી રહ્યો છે. માંગની સાથે વપરાશ પણ વધી રહ્યો છે અને મોંઘવારી ઘટવાને કારણે જીડીપી વળદ્ધિ દર મજબૂત થઈ રહ્યો છે.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૨ ટકા રહી શકે છે. જોકે, વિશ્વની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીના કારણે નિકાસ સામાન્ય રહી શકે છે. જોકે, આવનારા સમયમાં આમાં સુધારો થઈ શકે છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે ADB દ્વારા જાહેર કરવામાં આવેલ વળદ્ધિ દરનો અંદાજ આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ અંદાજની બરાબર છે. સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જીડીપી ગ્રોથ ૭ ટકાનો અંદાજ મૂકયો છે. આરબીઆઈ દ્વારા જીડીપીને મજબૂત બનાવવાનું કારણ ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં તેજી સાથે આ વર્ષે સામાન્ય ચોમાસું છે, જેના કારણે અર્થવ્યવસ્થાનો વિકાસ ચાલુ રહેશે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
