તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th April 2024
પાકિસ્તાની આર્મીની બર્બરતા:પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોતાના જ દેશના પોલીસવાળાને નિર્દયતાથી માર માર્યો:વિડીયો વાયરલ

નવી દિલ્હી:તા.૧૧:ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે પાકિસ્તાન દુશ્મન દેશ તરીકે જાણીતું છે. ત્યારે પાકિસ્તાની આર્મીની હરકતોનો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં એક પોલીસવાળાને બર્બતાથી માર મારવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન ભારત માટે તેની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. પાકિસ્તાનમાં ત્યાની સરકાર કરતા પણ વધારે પાકિસ્તાન આર્મીનું વધારે ચાલે છે. મોટા ભાગના નિર્ણયોમાં ત્યાની આર્મીની ભાગ લે છે. નોંધનીય છે કે, ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ માટે પાકિસ્તાની આર્મી જ જવાબદાર છે. આમ, જોવા જઈએ તો વિશ્વના અન્ય દેશો પાસે આર્મી છે, પરંતુ પાકિસ્તાની આર્મી પાસે પોતાનો એક દેશ છે.
પાકિસ્તાની સેનાએ પંજાબ પ્રાંતની પોલીસને બેરહેમીથી માર માર્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, પોલીસ અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સેના કોઈ નિયમની બહાર છે અને તે કોઈને પણ માર મારી શકે છે.
આ મામલો પંજાબ પ્રાંતના બહાવલપુર શહેરનો છે. અહીં સેનાના બે ભાઈ પર આરોપ હતો કે, તેઓ ગૈંગસ્ટર છે અને પોતાના ઘરમાં હથિયારો ખરીદીને રાખ્યા છે.
પોલીસે બંને સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેમના ઘરે દરોડો પાડી હથિયારો કબજે કર્યા હતા. આનાથી પાકિસ્તાનની આર્મી ગુસ્સે થઈ ગઈ અને લગભગ 20 સૈનિકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ ત્યાં રાખેલી તમામ વસ્તુઓની તોડફોડ કરી અને પોલીસકર્મીઓને મારપીટ કરી. માર મારવાથી ઘણા પોલીસકર્મીઓ લોહીલુહાણ થઈ રહ્યા હતા અને બચવા માટે ભીખ માગતા જોવા મળ્યા હતા.
કેટલાક પોલીસકર્મીઓ ડરના માર્યા પોલીસ સ્ટેશનની બહાર દોડી ગયા હતા. એક વીડિયોમાં જોવા મળે છે કે નઈમ નામનો સબ ઈન્સ્પેક્ટર પાકિસ્તાન આર્મીના જવાનો પાસેથી પોતાના જીવની ભીખ માંગી રહ્યો છે અને અલ્લાહના નામે કહી રહ્યો છે કે મને છોડી દો.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
