<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

તો ફરી એકવાર બાગ્લાદેશની માફક પાકિસ્તાનના ભાગલા પડશે:ઈમરાન ખાને જેલમાંથી કરી ભવિષ્યવાણી

નવી દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક ઈમરાન ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી એક સંદેશમાં કહ્યુંં કે, પાકિસ્તાનની સ્થિતિ જોઈને લાગે છે કે બાંગ્લાદેશની ઘટના ફરી થઈ શકે છે. વર્તમાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સ્થિર અર્થવ્યવસ્થા વિના દેશ અને સંસ્થાઓ ટકી શકે નહીં.
 
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને એમ પણ જણાવ્યું હતું કે, તાજેતરની રાજકીય ગતિવિધી અને 1971માં ઢાકા સર્જાવાના સંજોગો વચ્ચે સમાનતા છે, દેશ જે પ્રકારે રોકડની તંગીનો સામનો કરી રહ્યો છે તે દેશની આર્થિક પતન તરફ દોરી શકે છે. 1971માં પણ જ્યારે બાગ્લાદેશનું સર્જન થયુ ત્યારે આર્થિક અને રાજકીય સ્થિતિ આવી જ હતી.

 

(7:01 PM IST)