તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 12th April 2024
ચૂંટણી બાદ મોબાઇલ પર વાત કરવી ૧૭ ટકા મોંઘી થશે
જો તમે હાલમાં ૧૦૦ રૂપિયાનું રિચાર્જ કરી રહ્યા છો, જૂન પછી તમારે એ જ ૧૦૦ રૂપિયા માટે ૧૧૭ રૂપિયા ચૂકવવા પડશે

નવી દિલ્હી,તા. ૧૨: ટેલિકોમ ઉદ્યોગે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં ટેરિફ વધારીને ૨૦ ટકા કર્યો હતો, એન્ટિક સ્ટોક બ્રોકિંગે એક અહેવાલમાં જણાવ્યું હતું. બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલની ગ્રાહક દીઠ વર્તમાન કમાણી રૂ. ૨૦૮ છે. તે ૨૦૨૬-૨૭ના અંત સુધીમાં રૂ. ૨૮૬ સુધી પહોંચી શકે છે.
લોકસભા ચૂંટણી પછી મોબાઈલ ફોન પર વાત કરવી મોંઘી થઈ જશે, કારણ કે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં ૧૫-૧૭ ટકાનો વધારો કરી શકે છે. આનો સૌથી વધુ ફાયદો એરટેલને થશે. લોકસભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી યોજાશે. પરિણામ ૪ જૂને આવશે.
ટેલિકોમ ઉદ્યોગે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં ટેરિફ વધારીને ૨૦ ટકા કર્યો હતો, એન્ટિક સ્ટોક બ્રોકિંગે એક અહેવાલમાં જણાવ્યું હતું. બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલની ગ્રાહક દીઠ વર્તમાન કમાણી રૂ. ૨૦૮ છે. તે ૨૦૨૬-૨૭ના અંત સુધીમાં રૂ. ૨૮૬ સુધી પહોંચી શકે છે. એરટેલના ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક બે ટકાનો વધારો થઈ શકે છે. ઉદ્યોગનો વિકાસ એક ટકા છે.
જો તમે હાલમાં ૧૦૦ રૂપિયાનું રિચાર્જ કરી રહ્યા છો. જૂન પછી તમારે એ જ ૧૦૦ રૂપિયા માટે ૧૧૭ રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ૭૦૦ રૂપિયાનો પ્લાન ૮૪ દિવસ માટે રિચાર્જ કરી રહ્યા છો, તો હવે તમારે તેના માટે ૮૧૯ રૂપિયા ચૂકવવા પડશે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
