તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 13th April 2024
ગણત્રીના કલાકોમાં ઇરાન અને સમર્થીત જૂથો ઇઝરાયેલમાં લશ્કરી ટાર્ગેટો ઉપર મિસાઇલો અને ડ્રોનથી તૂટી પડશે : અમેરિકી ઇન્ટેલિજન્સ ઓફિસરોના નિર્દેશ

તેલ અવીવ, તા.૧૩: અમેરિકી ઇન્ટેલિજનસ ઓફિસરો માને છે કે ગણત્રીના કલાકોમાં જ ઇરાન અને ઇરાન સમર્થિત સમગ્ર મિડલ ઇસ્ટના પ્રોક્ષી ગ્રુપો, સમગ્ર ઇઝરાયેલમાં લશ્કરી ટાર્ગેટો ઉપર સેંકડો લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલો, બેલેસિટક મિસાઇલો અને વન વે સુસાઇડ ડ્રોનથી તૂટી પડશે. આજ સુધીની ખરાબમાં ખરાબ પરિસ્થિીતને પહોંચી વળવા ઇજરાયેલ છેલ્લી તૈયારીઓ કરી રહેલ છે. એવા અહેવાલો ટિવટર ઉપરના ભરોસા પાત્ર હેન્ડલ ઉપરથી પ્રસારિત અહેવાલોથી સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધુ છે.છેલ્લા ૭૨ કલાકથી તેના યુધ્ધ વિમાનો આકાશમાં ઉડયન કરી એકધારા ઇઝરાયેલની તમામ સરહદો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઇરાનના કોઇ પણ મિસાઇલોને ૧૦ જ મિનીટમાં પહોંચી વળવા તૈયારી રાખવામાં આવી છે. યુધ્ધ ગમે તે ઘડીએ શરૂ થઇ થશે.સોમવારે જયારે બજારો ખુલશે ત્યારે કાચું તેલ - ક્રૂડ ઓઇલ, ડોલર તેમજ સોનું અને વૈશ્વિક શેરબજારો તથા મૂડી બજારોમાં શું અસર વર્તાશે તે અત્યારે કહેવું અઘરૂ છે. પરંતુ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને એવી પરિસ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળે અને મોંઘવારી છાપરાફાડ થાય તો ચૂંટણીઓ દરમિયાન સરકાર આ મોંઘવારી સહિતના પ્રશ્નો કેવી રીતે હેન્ડલ કરશે તે પણ જોવું રહ્યું.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
