તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 13th April 2024
પશ્ચિમ રેલવે ઉનાળું વેકેશનમાં ૯થી વધુ સુપરફાસ્ટ ટ્રેન દોડાવશે
એપ્રિલથી લઇને જુલાઇ વચ્ચે કેટલીક ટ્રેનોના ૨૨ ફેરા અને કેટલીક ટ્રેનોના ૪૪ ફેરા થશે

મુંબઇ, તા.૧૩: પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં મુસાફરોની માગને પહોંચી વળવા માટે કેટલીક વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જુદા જદા પ્રકારની ૯થી વધારે ટ્રેનો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજયમાં હાલમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા પૂરી થઇ ચુકી છે. આગામી દિવસોમાં કોલેજોની પરીક્ષા પૂરી થવાની છે ત્યારે પૂર્વોત્તર રાજયોમાં જવા ઇચ્છતાં મુસાફરો સહિત ફરવા જવા ઇચ્છતાં નાગરિકોને પણ રેલવેની કન્ફર્મ ટિકીટ મળતી નથી. આ પ્રકારની ફરિયાદ ઉચ્ચસ્તરે પહોંચ્યા બાદ પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટ્રેન નં.૦૯૦૯૭-૦૯૦૯૮ બાંદ્રા ટર્મિનસપ્ર વૈષ્ણોદેવી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન દોડાવાશે. આ ટ્રેન બાંદ્રાથી ૨૧મી એપ્રિલથી ૩૦મી જૂન વચ્ચે અને વૈષ્ણોદેવીથી ૨૩મી એપ્રિલથી ૨ જુલાઇ વચ્ચે દોડાવાશે. રસ્તામાં આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, રતલામ સહિતના સ્ટેશનોએ ઊભી રહેશે. ટ્રેન નં.૦૯૫૨૫-૦૯૫૨૬ હાપા-નાહરલાગુન વચ્ચે (સાપ્તાહિક) ૨૨ ફેરા ટ્રેન દોડાવાશે.આ ટ્રેન હાપાથી ૧૭મી એપ્રિલથી ૨૬મી જૂન વચ્ચે દોડશે. નાહરલાગુનથી આ ટ્રેન ૨૦મી એપ્રિલથી ૨૯મી જૂન સુધી દોડાવાશે. ટ્રેન નં. ૦૯૧૮૩-૦૯૧૮૪ મુંબઇ સેન્ટ્રલ-બનારસ વચ્ચે એસી સ્પેશિયલ (સાપ્તાહિક) ૨૨ ફેરા દોડાવાશે. મુંબઇથી આ ટ્રેન ૧૭મી એપ્રિલથી ૨૬મી જૂન વચ્ચે દોડશે. બનારસથી ૧૯મી એપ્રિલથી ૨૮મી જૂન વચ્ચે દોડાવાશે. ટ્રેન નં. ૦૯૧૧૧-૦૯૧૧૨ વડોદરાપ્રગોરખપૂર સ્પેશ્યિલ (સાપ્તાહિક) ૨૨ ફેરા દોડાવાશે. વડોદરાથી ૧૫મી એપ્રિલથી લઇને ૨૪મી જૂન સુધી દડશે. ગોરખપૂરથી આ ટ્રેન ૧૭મી એપ્રિલથી ૨૬મી જૂન વચ્ચે દોડાવાશે. વડોદરાપ્રમઉ વચ્ચે પણ ટ્રેન નં. ૦૯૧૯૫પ્ર૯૫ ટ્રેન સાપ્તાહિક ૨૨ ફેરામાં દોડશે. આ ટ્રેન ૨૦મી એપ્રલથી ૨૯મી જૂન વચ્ચે અને મઉથી ૨૧મી એપ્રિલથી ૩૦મી જૂન વચ્ચે દોડાવાશે.
અમદાવાદ-દાનાપૂર વચ્ચે સાપ્તાહિક ૨૨ ફેરા ટ્રેન દોડાવાશે.ટ્રેનનં.૦૯૪૧૭ અમદાવાદથી ૧૬મી એપ્રિલથી ૨૫મી જૂન સુધી દોડશે. દાનાપૂરથી આ ટ્રેન ૧૬મી એપ્રિલથી ૨૫મી જૂન વચ્ચે દોડશે. સુરત-બ્રહ્મપૂર સ્પેશ્યિલ સાપ્તાહિક ટ્રેન દોડાવાશે. ટ્રેન નં. ૦૯૦૬૯-૭૦ સુરતથી ૧૭મી એપ્રિલથી ૨૬મી જૂન સુધી દોડાવાશે. દાનાપૂરથી ૧૯મી એપ્રિલથી ૨૮મી જૂન સુધી દોડાવાશે. ડો.આંબેડકર નગરથી પટના વચ્ચે સાપ્તાહિક ૨૨ ફેરા દોડાવાશે. આંબેડકરનગરથી ૧૮મી એપ્રિલથી ૨૭મી જૂન વચ્ચે આ ટ્રેન દોડાવાશે. પટના સ્પેશ્યિલ ૧૯મી એપ્રિલથી ૨૮મી જૂન વચ્ચે દોડાવવમાં આવશે. ઇન્દૌરપ્રનવી દિલ્હી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશ્યિલ ટ્રેન ૪૪ ફેરા દોડાવાશે. જેમાં ઇન્દૌરથી આ ટ્રેન ૧૯મી એપ્રિલથી ૩૦મી જૂન વચ્ચે અને નવી દિલ્હીથી ૨૦મી એપ્રિલથી ૧લી જુલાઇ વચ્ચે દોડાવાશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
