<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

બાળકોને ફૂડ એલર્જીથી બચવા માટે નવી ગાઇડલાઇન

કેનેડાની મેકમાસ્‍ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું સંશોધન : ખાદ્ય પદાર્થો ­ત્યે સહનશક્તિ વિકસિત કરવામાî મદદ મળવાનો દાવો

 

વોશિંગ્‍ટન તા. ૧૩ : વિશ્વભરમાં અંદાજે ચાર ટકા બાળકો ફૂડ એલર્જીની સમસ્‍યાથી પીડિત છે. શોધકર્તાઓએ પ્રથમવાર બાળકોને ફૂડ એલર્જીથીᅠબચવા માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે. તેનો દાવો છે કે તેના પાલનથીᅠબાળકોમાં એલર્જી પેદા કરતા ખાદ્ય પદાર્થો પ્રત્‍યે સહન શક્‍તિ વિકસિત કરવામાં મદદ મળી શકે છે.ᅠ

સાઇન્‍સᅠડેલીનાᅠરિપોર્ટના મુજબ, કેનેડાની મેકમાસ્‍ટરᅠયુનિવર્સિટીના શોધકર્તાઓનું કહેવું છે કે ઓરલ ઇમ્‍યુનીટી દરમ્‍યાનᅠતેઓએ બાળકોને મગફળી જેવા એલર્જી કરતા ખાદ્ય પદાર્થ ખુબજ ઓછી માત્રામાં આપ્‍યા. ધીરે ધીરે તેની માત્રા વધારવામાં આવી. જાણવા મળ્‍યું છે કે બાળકોમાં તેના પ્રત્‍યે સહનશક્‍તિ વિકસિત થઇ છે. અત્‍યારસુધી ડોક્‍ટરોની પાસે સાક્ષ્ય આધારિત ગાઇડલાઇન મર્યાદિત હતી. બવી ગૈલાઇનથી તેને મદદ મળશે.ᅠ

શોધકર્તાઓનું કહેવું છે કે બાળકોની આજુબાજુ ઓછા કીટાણુ હોય છે તેથી તેની ઇમ્‍યુન સિસ્‍ટમ મગફળી તેમજ દૂધ જેવી વસ્‍તુઓ વિરૂદ્ધ કામ કરવા લાગે છે. શાળામાં ટિફિન વહેંચીને ખાવાથીᅠબાળકોમાં ફૂડ એલર્જીનીᅠસમસ્‍યા વધે છે. એશિયામાં ઘઉં, ઈંડાથી એલર્જી સૌથી વધુᅠ છે.

આ રહી ગાઈડલાઇન...

*  પરિવારો માટે ફૂડ એલેર્જીᅠએનાફિલેક્‍સિસᅠઅને ઇમ્‍યુનોથેરાપી વિષેᅠશિક્ષિતᅠકરે તેમનેᅠજાણ હોવી જોઈએ કે બાળકોને જમવાનુંᅠસાચી રીતે કેવી રીતે ખવડાવવામાંᅠ આવે

*  બાળકોને ધીરે ધીરે એલર્જી કરતા પદાર્થોના સંપર્કમાં લાવવામાં આવેᅠᅠ

*       એવો પરિવાર જયાં પહેલાથી ફૂડ એલર્જી રહી છે તેના વિશેષજ્ઞનાᅠમાર્ગદર્શનમાં બાળકોની ઓરલ ઇમ્‍યુનોથેરાપી કરાવી જોઈએ. ધ્‍યાન રાખવામાં આવે કે એલેર્જીવાળાᅠખાદ્ય પદાર્થથીᅠબાળકોનોᅠસંપર્ક ખતરનાક સ્‍તરે ન પહોંચે.

(4:20 PM IST)