તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 15th April 2024
‘‘પ્રેમ ના ફુલો''૧૦૯

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સ્વપ્નિલ મૂર્ચ્છા-ગ્રંથિ
પ્રિય બહેન,
પ્રણામ આપનો પત્ર મળ્યે ઘણો વખત થયો હું આપની શાંતિ મેળવવાની ભાવનાથી આનંદથી ભરાઇ જાઉ છું આ વિચાર પોતાથી અલગ કરી દો કે આપ પાછળ છો કોઇ પાછળ નથીઃ જરા સરખું અંદર જોવાની વાત છે અને બુંદ સાગર થઇ જાય છે વસ્તુતઃ તો બુંદ સાગર જ છે પરંતુ તેને આ ખબર નથી આટલો સરખો જ તફાવત છે.ધ્યાનના શૂન્યમાં જે દર્શન થાય છે. તેનાથી આ ભેદ પણ છૂટી જાય છે.
ધ્યાન જીવનસાધનાનું કેન્દ્ર છે. વિચાર પ્રવાહ ધીરેધીરે ચાલ્યો જશે અને તેના સ્થાન પર ઉતરશે શાંતિ અને શુન્યતા વિચાર ગયા તો જે દ્રષ્ટા છે, સારી છે તેના દર્શન થશે અને મુર્છાની ગ્રંથિ ખુલી જશે આ ગ્રંથીથી જ બંધન છે આ ગ્રંથિ શરૂઆતમાં પત્થર-સરખી દેખાય છે.પરંતુ ધૈર્યથી પ્રયોગ કરતા સાધક એક દિવસ મેળવે છે કે તે બિલકુલ સ્વપ્ન હતી-હવા હતી.
ધ્યાનનું બીજ એક દિવસ સમાધિના ફુલમાં ખીલી ઉઠેએ જ મારી આપના તરફ શુભેચ્છા છ.ે બધાને મારા વિનમ્ર પ્રણામ કહેજો ઇલા કેમ છે ? બાકી મળતા વાત -રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
