તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 15th April 2024
૯૯ ટકા ડ્રોન-મિસાઇલ તોડી પાડ્યાં ઇઝરાયલે
ઈરાનનો ઇઝરાયલ પર હુમલો : ઈરાને કરેલા ડ્રોન-હુમલા પૈકી કેટલાંક ડ્રોનને સિરિયા અને જૉર્ડનમાં તોડી પાડવામાં આવ્યાં હતાં : ઈરાને કહ્યું કે અમારા હુમલામાં ઇઝરાયલને આશરે ૮૩૬ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છેઃ મોટા ભાગની મિસાઇલોએ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે

તહેરાન, તા.૧૫: ઈરાનની સેનાએ ભારતીય સમય મુજબ શનિવારે વહેલી સવારે ૩ વાગ્યે ઇઝરાયલ પર આશરે ૩૦૦ જેટલાં ડ્રોન અને મિસાઇલથી અટૅક કર્યો હતો. ઇઝરાયલે આ હુમલાની માહિતી આપતાં જણાવ્યું હતું કે અમેરિકાની સેનાએ કેટલાંક ડ્રોન તોડી પાડ્યાં હતાં. બીજી તરફ ઇઝરાયલના આર્યન ડોમે ઈરાને છોડેલી મિસાઇલને અટકાવી હતી. આ હુમલામાં ઇઝરાયલના નેવાતિમ ઍરફોર્સ બેઝને થોડું નુકસાન પહોંચ્યું છે. હુમલાને કારણે મચેલી ભાગદોડમાં ૧૨ જણ ઘાયલ થયા છે, જેમાં ૭ વર્ષની એક બાળકી છે. ઈરાને કરેલા ડ્રોન-હુમલા પૈકી કેટલાંક ડ્રોનને સિરિયા અને જૉર્ડનમાં તોડી પાડવામાં આવ્યાં હતાં. હુમલાને રોકવામાં સફળતા મળ્યા બાદ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે આપણે ઈરાનનાં ડ્રોન-મિસાઇલના હુમલાને રોકી દીધો છે. આપણે સાથે મળીને જીતી જઈશું.
પહેલી એપ્રિલે ઇઝરાયલે સિરિયામાં આવેલી ઈરાનની એમ્બેસી પાસે ઍર-સ્ટ્રાઇક કરી હતી અને એમાં ઈરાનના ટોચના બે આર્મી કમાન્ડર્સ સહિત ૧૩ જણનાં મળત્યુ થયાં હતાં. આ ઘટનાનો બદલો લેવા ઈરાને ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.
ઈરાનના હુમલાને કેવી રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યો એ વિશે જાણકારી આપતાં ઇઝરાયલી મિલિટરીના પ્રવક્તા રિયર ઍડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ૩૦૦ જેટલાં ડ્રોન અને મિસાઇલના અટૅક પૈકી ૯૯ ટકાને આંતરવામાં અમને સફળતા મળી હતી. આ એક વ્યૂહાત્મક સફળતા છે. ઈરાને પહેલાં ૧૩૦ ડ્રોન, ૩૦ ક્રૂઝ મિસાઇલ અને ૧૨૦ બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી. ઘણી બૅલિસ્ટિક મિસાઇલ ઇઝરાયલ વિસ્તારમાં પ્રવેશી હતી જેથી ઍરબેઝને થોડું નુકસાન થયું છે.
ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાનની સંસદમાં રવિવારે સવારે બેઠક બોલાવવામાં આવી હતી અને એમાં સાંસદોએ ‘ડેથ ટુ ઇઝરાયલ, ડેથ ટુ અમેરિકા'ના નારા લગાવ્યા હતા. સાંસદોએ સરકારને આ હુમલા બદલ ધન્યવાદ આપ્યા હતા. ઈરાને આ હુમલાને ‘ઑપરેશન ટુ -ૉમિસ' નામ આપ્યું છે. ઈરાને કહ્યું હતું કે પહેલી એપ્રિલે કરવામાં આવેલા હુમલાનો આ જવાબ છે અને એની સાથે આ મામલાને ખતમ માનવામાં આવે.
ઈરાને કહ્યું કે અમારા હુમલામાં ઇઝરાયલને આશરે ૮૩૬ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મિસાઇલોએ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
