તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 15th April 2024
રોકાણકારોના પ્રારંભે જ રૂા. ૫ લાખ કરોડ ડુબ્યા
ઇઝરાયલ - ઇરાન યુધ્ધથી શેરબજાર કડડડભૂસ
સેન્સેક્સ - નીફટીમાં તોતિંગ ગાબડુ : વિશ્વભરમાં ગભરાટનો માહોલ : ક્રુડ અને મોંઘવારી હજુ ભડકવાના એંધાણ

નવી દિલ્હી તા. ૧૫ : ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે શનિવાર અને રવિવારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયેલમાં અનેક સ્થળો પર હુમલા કર્યાના કારણે દુનિયાભરમાં તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આવનારો સમય ઘણો મુશ્કેલ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘવારી દરમાં ભારે વધારો થવાની સંભાવના છે. જેના કારણે આજે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
શુક્રવારે શેરબજારમાં ૧ ટકાનો ઘટાડો થયા બાદ સોમવારે જયારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ૯૦૦થી વધુ પોઇન્ટ ઘટીને ૭૩,૩૧૫.૧૬ પર ખૂલ્યો હતો, જયારે નિફટી ૩૦૦ પોઈન્ટ. વધુ ઘટીને ૨૨,૩૩૯.૦૫ પર ખુલ્યો હતો. બીએસઈના ટોચના ૩૦ શેરોમાંથી માત્ર ૪ શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, જયારે બાકીના તમામ ૨૬ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સના શેરમાં સૌથી મોટો ઘટાડો ૨.૪૧ ટકા છે.હાલ સેન્સેક્સ ૭૬૨ ઘટીને ૭૩૪૮૨ અને નિફટી ૨૨૯ ઘટી ને ૨૨૨૮૯ ઉપર ટ્રેન્ડ કરે છે દરમિયાન, ગ્લ્ચ્ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૫ લાખ કરોડ ઘટીને રૂ. ૩૯૪.૬૮ લાખ કરોડ થયું હતું.
સેક્ટોરલ મોરચે, નિફટી પીએસયુ બેંક, રિયલ્ટી અને મીડિયા ૨% થી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતા, જયારે નિફટી ઓટો, ફાઈનાન્શિયલ, મેટલ, ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ ૧-૨% સુધીના નુકસાન સાથે ખુલ્યા હતા.
આજે NSE પર ૨,૧૭૧ શેરનો વેપાર થયો હતો, જેમાંથી માત્ર ૧૩૫ શેરમાં જ વધારો જોવા મળ્યો હતો. બાકીના ૧,૯૭૯ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ૫૭ શેરમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. ૩૩ શેર ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, જયારે ૧૬ શેર ૫૨ સપ્તાહની નીચી સપાટીએ છે. આ સિવાય ૨૫ શેર અપર સર્કિટમાં અને ૧૧૪ શેર લોઅર સર્કિટમાં અથડાયા છે.
સેન્સેક્સ-નિફટી સિવાય નિફટી નેક્સ્ટ ૫૦, મિડકેપ, સ્મોલ કેપ અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફટી આજે ૫૫૦ પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જયારે નિફટી નેક્સ્ટ ૫૦ ૧૪૦૦થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો છે. સેક્ટરની વાત કરીએ તો બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, પ્રાઇવેટ બેન્ક, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને કન્ઝ્યુમરમાં ૧ થી ૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટો ઘટાડો મીડિયા સેક્ટરમાં ૩.૨૧ ટકા નોંધાયો છે.
રેલવે સ્ટોક IRFC લગભગ ૬ ટકા, Jio Finance Services આજે ૫ ટકા, અદાણી ગ્રીન સોલ્યુશન ૪ ટકા, અદાણી ટોટલ ગેસ ૪ ટકા, DLF ૪ ટકા ઘટ્યો છે. આ સિવાય SJVNનો શેર ૬ ટકા, ટાટા કેમિકલ્સનો ૫ ટકા અને NBCC ઇન્ડિયાનો શેર આજે ૬.૫ ટકા ઘટ્યો છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
