તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 15th April 2024
પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન અમીર સરફરાઝનું મર્ડરઃ સરબજિત સિંહનો હતો હત્યારો
આઈએસઆઈના કહેવાથી અમીરે સરબજિત સિંહને તડપાવી-તડપાવીને હત્યા કરી નાખી હતી

લાહોર,તા. ૧૫: અહીં અંડરવર્લ્ડના ડોન અમીર સરફરાઝની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ જ અમીર સરફરાઝ હતો, જેને આઈએસઆઈ (ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ)ના ઈશારે ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરી હતી.
પાકિસ્તાનની કોટ લખપત જેલમાં અમીર સરફરાઝ ઉર્ફે તામ્બાએ સરબજિત સિંહની પોલિથીનથી ગળું દબાવીને હિંસક હુમલો કર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કહેવાથી અમીરે સરબજિત સિંહને તડપાવી-તડપાવીને હત્યા કરી નાખી હતી. સરબજિત સિંહ (૪૯)ને પાકિસ્તાનમાં જાસૂસી કરવાના આરોપસર પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હતી.
સરબજિત સિંહની હત્યાના કેસમાં પુરાવાના અભાવે ડિસેમ્બર, ૨૦૧૮માં પાકિસ્તાનની કોર્ટે બે મુખ્ય આરોપી અમીર સરફરાઝ અને મુદસરને નિર્દોષ જાહેર કર્યા હતા. આ બંનેએ લાહોરની કોટ લખપત જેલમાં જીવલેણ હુમલામાં ૨૬ એપ્રિલ ૨૦૧૩માં સરબજિત સિંહની હત્યા કરી હોવાના આરોપો ઘડવામાં આવ્યા હતા.
કોણ હતો સરબજિત સિંહ તો પંજાબી ખેડૂત હતો, જયારે ભૂલથી પાકિસ્તાનની સરહદ ક્રોસ કરીને ગયો હતો. તેની મુક્તિ માટે પરિવારે ૨૨ વર્ષ સુધી લડત ચલાવી હતી. જોકે, સરબજિત સિંહની વર્ષ ૧૯૯૦માં લાહોર અને ફેસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં આરોપી તરીકે ધરપકડ કરી હતી.
આ વિસ્ફોટમાં દસ લોકોનાં મોત થયા હતા, જયારે પાકિસ્તાનમાં તેની જાસૂસી (રોનો એજન્ટ)ના આરોપસર ધરપકડ કરી હતી. ૧૯૯૯માં ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ ભારતના પ્રયાસ પછી એને અટકાવી હતી. ભારત સરકારે એને છોડાવવાના પ્રયાસ વચ્ચે અમીર સરફરાઝે તેની જેલમાં નિર્મમ હત્યા કરી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
