<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

પંજબમાં ભાજપને 2, કોંગ્રેસને 7 અને આમ આદમી પાર્ટીને 4 બેઠકો મળવાની ઓપિનિયન પોલમાં આગાહી

ABP-CVoterના ઓપિનિયન પોલમાં ચોંકાવનારા પરિણામો

પંજાબની 13 લોકસભા બેઠકો અંગે ABP-CVoterના ઓપિનિયન પોલમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં ભાજપને 2, કોંગ્રેસને 7 અને આમ આદમી પાર્ટીને 4 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે પંજાબની પ્રાદેશિક પાર્ટી તરીકે ઓળખાતા શિરોમણી અકાલી દળ (SAD)નું ખાતું ખૂલતું જણાતું નથી. લોકસભા ચૂંટણી 2024માં બીજેપી અને અકાલી દળ અલગ-અલગ લડી રહ્યા છે અને તેના કારણે બીજેપીને કોઈ નુકસાન થતું દેખાતું નથી. ઉલટાનું પંજાબ અકાલી દળના હાથમાંથી છૂટું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ,

 

 

 

(4:35 PM IST)