<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th April 2024

પ્રેમમાં નિષ્‍ફળતાથી આશિક આપઘાત કરે તો મહિલા દોષિત નથી

દિલ્‍હી હાઇકોર્ટનો મહત્‍વનો ફેંસલો : જો કોઇ નબળા મનની વ્‍યકિત આવું પગલુ ભરે તો બીજાને દોષિત ઠેરવી ન શકાય

નવી દિલ્‍હી, તા.૧૭: દિલ્‍હી હાઈકોર્ટે પ્રેમ સંબંધોને લઈને મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું છે કે જો પ્રેમમાં નિષ્‍ફળતા બાદ યુવક આત્‍મહત્‍યા કરે છે તો તેના માટે મહિલાને દોષિત ઠેરવી શકાય નહીં. મળતકે એક સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં મહિલાની સાથે અન્‍ય વ્‍યક્‍તિને પણ જવાબદાર ઠેરવવામાં આવી હતી.

લાઈવ લોના રિપોર્ટ અનુસાર હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્‍ટિસ અમિત મહાજને કહ્યું કે જો કોઈ નબળી માનસિકતા ધરાવનાર વ્‍યક્‍તિ આવું પગલું ભરે છે તો તેના માટે અન્‍ય કોઈ વ્‍યક્‍તિને દોષી ઠેરવી શકાય નહીં. કોર્ટે કહ્યું, જો પ્રેમમાં નિષ્‍ફળતાના કારણે પ્રેમી આત્‍મહત્‍યા કરે, પરીક્ષામાં નબળા પ્રદર્શનને કારણે વિદ્યાર્થી આત્‍મહત્‍યા કરે, કેસ ડિસમિસ થયા પછી જો કોઈ ક્‍લાયન્‍ટ આત્‍મહત્‍યા કરે તો મહિલા, સુપરવાઈઝર, વકીલની ધરપકડ કરવી જોઈએ નહિ અને તેઓને  આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવા માટે જવાબદાર ગણી શકાય નહીં.

તેમણે કહ્યું, ‘નબળી માનસિકતા ધરાવતી વ્‍યક્‍તિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અન્‍ય વ્‍યક્‍તિને આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવા માટે જવાબદાર ન ગણી શકાય.' કોર્ટે મહિલા અને અન્‍ય એક પુરુષને આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવાના કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે.

મળતકના પિતાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી મામલો? અરજદાર મહિલાને આપઘાત કરનાર પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો. જ્‍યારે, બીજો અરજદાર તેમનો કોમન ફ્રેન્‍ડ હતો. આક્ષેપો એવા હતા કે, અરજદારોએ મળતકને શારીરિક સંબંધો બાંધ્‍યા છે અને ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવાના છે તેમ કહીને ઉશ્‍કેર્યા હતા

કોર્ટે કહ્યું કે વ્‍હોટ્‍સએપ ચેટ્‍સ પ્રથમદર્શી રીતે દર્શાવે છે કે મળતક સંવેદનશીલ સ્‍વભાવનો હતો. તેણે વધુમાં કહ્યું કે જ્‍યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી ત્‍યારે તે તેને આત્‍મહત્‍યાની ધમકી આપીને ડરાવતો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન કથિત સુસાઈડ નોટના તથ્‍યો જોવામાં આવશે. અરજદારો તરફથી કોઈ ઉશ્‍કેરણી કરવામાં આવી હતી કે કેમ તે પણ જોવામાં આવશે.(

(4:26 PM IST)