<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

શિક્ષક ભરતી કૌભાંડ : મમતાને ઝાટકો : ૨૪૦૦૦ નિયુકિત રદ્દ

કોલકત્તા હાઇકોર્ટ આકરાપાણીએ : ૨૦૧૬માં થયેલી ભરતી રદ્દ કરી : ૭-૮ વર્ષનો મળેલો પગાર પણ પરત કરવો પડશે શિક્ષકોએ : તમામ ગેરકાયદે ટીચર્સ પર ૧૫ દિવસમાં કાર્યવાહી કરવાના નિર્દેશ : આ ભરતીમાં ૫ થી ૧૫ લાખ સુધીની લાંચ લેવાનો આરોપ છે

કોલકત્તા તા. ૨૨ : લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જી સરકારને કલકતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્‍યો છે.  પヘમિ બંગાળમાં શાળા સેવા આયોગના શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટે ચુકાદો આપ્‍યો છે. કલકત્તા હાઈકોર્ટે ૨૩ હજારથી વધુ નોકરીઓ રદ કરવાનો આદેશ આપ્‍યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી પヘમિ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો લાગ્‍યો છે. કોર્ટે જે લોકોને વર્ષ ૨૦૧૬માં નોકરીઓ મળી હતી તેમની નોકરીઓ રદ કરી દીધી છે. આટલું જ નહીં, હાઈકોર્ટે આ લોકોને ૪ અઠવાડિયામાં તેમનો પગાર પરત કરવાનો આદેશ આપ્‍યો છે.તમામ ગેરકાયદેસર શિક્ષકો પર ૧૫ દિવસમાં કાર્યવાહી કરવાના આદેશ આપ્‍યા છે. એએ ભરતીમાં ૫ થી ૧૦ લાખ સુધીની લાંચ લેવાનો આરોપ રહેલો છે.જો કે હવે બંગાળ સરકારનું કહેવું છે કે તે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે.

કલકત્તા હાઈકોર્ટના જસ્‍ટિસ દેવાંશુ બસાકની બેન્‍ચે શિક્ષક ભરતી કૌભાંડ પર આ નિર્ણય આપ્‍યો છે. કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે સીબીઆઈ ૨૦૧૬માં પヘમિ બંગાળની શાળાઓમાં ભરતીમાં થયેલી વિસંગતતાઓની તપાસ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને TMCના અન્‍ય નેતાઓ, ધારાસભ્‍યો અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ પણ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલમાં છે. જો કે હવે બંગાળ સરકારનું કહેવું છે કે તે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે. નોંધનીય છે કે ૨૪,૬૪૦ ખાલી જગ્‍યાઓ માટે ૨૩ લાખથી વધુ ઉમેદવારોએ ૨૦૧૬ SLST પરીક્ષા આપી હતી.

કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્‍યાયાધીશ અભિજીત ગાંગુલી (જે હવે ભાજપના નેતા છે અને તમલુકમાંથી ભાજપના ઉમેદવાર પણ છે)એ આ કેસની સુનાવણી સીબીઆઈને સોંપી હતી અને પાર્થ ચેટરજીને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપ્‍યો હતો ધરપકડ કરવામાં આવી હતી. અત્‍યાર સુધીમાં આ કેસમાં ૫૦૦૦ લોકોએ નોકરી ગુમાવી છે, જેમણે ખોટા માર્ગે નોકરી મેળવી હતી.

(4:04 PM IST)