<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

સર્વિસના નવા ચાર્જ ૧ મે ૨૦૨૪ થી લાગૂ થશે

આઇસીઆઇસીઆઇ બેંકના ગ્રાહકોને લાગ્‍યો આંચકો : ઘણા ચાર્જમાં ફેરફાર કર્યો

મુંબઇ તા. ૨૨ : દેશના બીજી મોટી પ્રાઇવેટ સેક્‍ટરની બેંક આઇસીઆઇસીઆઇ બેંક એ પોતાના ચાર્જીસને રિવાઇઝ કર્યા છે. બેંકે પોતાના આઇએમપીએસ, ચેકબુક, ડેબિટ કાર્ડ વાર્ષિક ચાર્જ, ઇન્‍ટરેસ્‍ટ સર્ટિફિકેટ, બેલેન્‍સ સર્ટિફિકેટ, એડ્રેસ વેરિફિકેશન, વગેરે ચાર્જમાં ફેરફાર કર્યો છે. બેંકે પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે. આ સર્વિસના નવા ચાર્જ ૧ મે ૨૦૨૪ થી લાગૂ થશે.

ICICI બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે તેના ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં ફેરફાર કર્યો છે. હવે બેંકના ગ્રાહકોએ શહેરી વિસ્‍તારોમાં વાર્ષિક ૨૦૦ રૂપિયા અને ગ્રામીણ વિસ્‍તારોમાં ૯૯ રૂપિયા ચૂકવવા પડશે. ચેકબુકમાંથી ૨૫ ચેક ઇશ્‍યૂ કરવા માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પછી દરેક ચેક માટે ૪ રૂપિયા પ્રતિ ચેકની ફી ચૂકવવી પડશે. જો DD અથવા PO રદ કરવામાં આવે અથવા ડુપ્‍લિકેટ રિવેલિડેટ કરવામાં આવે, તો ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. જયારે IMPS દ્વારા પૈસા ટ્રાન્‍સફર કરવા માટે જો તમે ૧,૦૦૦ રૂપિયાની રકમ ટ્રાન્‍સફર કરો છો, તો તમારે પ્રતિ ટ્રાન્‍ઝેક્‍શન ૨.૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

બીજી તરફ ૧ રૂપિયાથી ૨૫ હજાર રૂપિયાના ટ્રાન્‍ઝેક્‍શન પર ૫ રૂપિયા અને ૨૫ હજાર રૂપિયાથી ૫ લાખ રૂપિયાના ટ્રાન્‍ઝેક્‍શન પર ૧૫ રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. એકાઉન્‍ટ બંધ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવતો નથી. ડેબિટ કાર્ડ પિન રિજનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ લાગશે. ડેબિટ કાર્ડ પિન રિજનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ છે. બેલેન્‍સ સર્ટિફિકેશન, વ્‍યાજ પ્રમાણપત્ર અને જૂના વ્‍યવહારોના દસ્‍તાવેજો માટે સર્વિસ ચાર્જ ઝીરો હશે.

હસ્‍તાક્ષર વેરિફિકેશન અથવા એટેસ્‍ટેશન માટે રૂ. ૧૦૦ પ્રતિ ટ્રાન્‍ઝેક્‍શન ચૂકવવા પડશે. ECS/NACH ડેબિટ કાર્ડ રિટર્ન પર, ગ્રાહકોએ નાણાકીય કારણોસર ૫૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે. ઈન્‍ટરનેટ યુઝર આઈડી અથવા પાસવર્ડ ફરીથી ઇશ્‍યૂ કરવા માટે તમારે ઝીરો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. હવે એડ્રેસ ચેન્‍જ રિક્‍વેસ્‍ટ પર ગ્રાહકોએ ઝીરો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. તમારે સ્‍ટોપ પેમેન્‍ટ ચાર્જ પર ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

બેંકે કેશ ડિપોઝિટ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. બેંક હોલિડેના દિવસે અને સામાન્‍ય વર્કિંગ ડેમાં સાંજે ૬ થી ૮ વચ્‍ચે કેશ ડિપોઝિટ મશીનમાં ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર ૫૦ રૂપિયા પ્રતિ ટ્રાંજેક્‍શન મુજબ ચાર્જ ચૂકવવો પડશે. તો બીજી તરફ સીનિયર સિટીઝન, જન ધન ખાતું અને વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ લઇ રહ્યા નથી. આ ઉપરાંત બેંક કાર્ડ ખોવાઇ જાય તો એવામાં બીજા કાર્ડ ઇશ્‍યૂ કરવા માટે ૨૦૦ પ્રતિ કાર્ડ મુજબથી ચાર્જ લઇ રહ્યા છે. તો બીજી તરફ એટીએમ બેલેન્‍સ ઇન્‍કવાયરીના ભારત બહાર ૨૫ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

(4:13 PM IST)