તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd April 2024
રાહુલ ગાંધીને શું થયું છે? સતના અને રાંચી બાદ હવે કેરળમાં પણ તેમનો ચૂંટણી પ્રચાર રદ કરવામાં આવ્યો
કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના કાર્યકારી પ્રમુખ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ના સંયોજક એમએમ હસને જણાવ્યું હતું કે સોમવારના રોજ યોજાનારી રાહુલ ગાંધીની તમામ જાહેર સભાઓ રદ કરવામાં આવી છે

તિરુવનંતપુરમ : કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેરળમાં પોતાનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. રવિવારે આ માહિતી આપતી વખતે કોંગ્રેસે આ પગલા પાછળ રાહુલ ગાંધી અચાનક બિમારી થઈ ગાયનું જણાવ્યું છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના કાર્યકારી પ્રમુખ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ના સંયોજક એમએમ હસને જણાવ્યું હતું કે સોમવારના રોજ યોજાનારી રાહુલ ગાંધીની તમામ જાહેર સભાઓ રદ કરવામાં આવી છે. અગાઉના દિવસે, રાહુલ ગાંધીએ રાંચીમાં 'ભારત' જોડો રેલીમાં ભાગ લીધો ન હતો. આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, 'તેઓ અચાનક બીમાર થઈ ગયા છે અને હાલમાં તેઓ નવી દિલ્હીથી બહાર નીકળી શકે તેમ નથી.' રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. કેરળમાં લોકસભાની 20 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
