તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd April 2024
જ્યારે રાષ્ટ્રમાં સ્વાભિમાન જાગે, ત્યારે તેને રોકવું અશક્ય છેઃ નરેન્દ્રભાઇ
ભગવાન મહાવીર જન્મકલ્યાણ કે જૈન સંતોના આર્શીવાદ લેતા પીએમ મોદીઃ જૈન સમાજ મોદી પરિવારના નારા લાગ્યા

નવી દિલ્હી,તા. ૨૨: ભગવાન મહાવીરના જન્મકલ્યાણકે નરેન્દ્રભાઇ મોદીએ જૈન સમુદાયના યોગદાનને યાદ કર્યું અને હજારો જૈન અનુયાયીઓની હાજરીમાં જૈન સાધુઓના આશીર્વાદ લીધા. આ દરમિયાન એક સાધુએ ‘જૈન સમાજ, મોદી કા પરિવાર' ના નારા લગાવ્યા અને વડાપ્રધાનને ‘વિજયી ભવ'ના આશીર્વાદ પણ આપ્યા. પીએમ એ આ સમયગાળા દરમિયાન એક સ્મારક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો પણ બહાર પાડ્યો હતો. તેમણે ભગવાન મહાવીરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને જૈન સમાજ સાથેના તેમના જોડાણ વિશે વાત કરી.
ભગવાન મહાવીરના પીએમ મોદીએ કહ્યું કે આવા પ્રસંગો વિશેષ સંયોગો પણ ઉમેરે છે, આ તે સમય છે જયારે ભારત અમૃતકાલના પ્રારંભિક તબક્કામાં છે. વડાપ્રધાને કહ્યું કે દેશ આઝાદીની શતાબ્દીને સુવર્ણ સદી બનાવવા માટે કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે આપણા બંધારણને પણ ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે જ સમયે દેશમાં એક મોટો લોકતાંત્રિક ઉત્સવ પણ ચાલી રહ્યો છે, દેશનું માનવું છે કે અહીંથી ભવિષ્યની નવી યાત્રા શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત માત્ર વિશ્વની સૌથી જૂની જીવંત સંસ્કૃતિ જ નથી પરંતુ માનવતા માટે સુરક્ષિત આશ્રયસ્થાન પણ છે. તેમણે એક કવિતા પણ વાંચી હતી.
નરેન્દ્રભાઇએ જૈન સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજે દેશની નવી પેઢીએ માન્યું છે કે આપણી ઓળખ એ જ આપણું સ્વાભિમાન છે. જયારે રાષ્ટ્રમાં આ સ્વાભિમાનની લાગણી જાગે છે, ત્યારે તેને રોકવું અશક્ય બની જાય છે. ભારતની પ્રગતિ તેનો પુરાવો છે.ᅠ અમે ક્યારેય અન્ય દેશોને જીતવા માટે આક્રમણ કરવા નથી આવ્યા, અમે અમારી જાતને સુધારીને અમારી ખામીઓને દૂર કરી છે. તેથી જ મુશ્કેલ સમય આવે છે અને દરેક તબક્કામાં કોઈને કોઈ ઋષિ આપણા માર્ગદર્શન માટે પ્રગટ થયા છે. મોટી - મોટી સંસ્કૃતિઓનો અંત આવ્યો, પરંતુ ભારતે તેનો માર્ગ શોધી કાઢ્યો.
આ જ સમય છે, આ જ યોગ્ય સમય છે' એવો પુનરોચ્ચાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તીર્થંકરો પાસેથી પ્રેરણા લઈને આપણે સમાજમાં ‘અષ્ટય' અને ‘અહિંસા'ની નીતિ પર કામ કરવું પડશે.ᅠ તેમણે કહ્યું કે દરેક યુગમાં એક નવા વિચારનો જન્મ થાય છે, જયારે કોઈ વિચારનો વિકાસ થતો નથી ત્યારે તે ચર્ચામાં ફેરવાઈ જાય છે અને વિચારોમાંથી નીકળતું અમૃત આપણને નવા યુગમાં લઈ જાય છે.ᅠ જો કે, તેમણે કહ્યું કે જયારે વિચારો ઝેરી હોય છે ત્યારે સમાજ વિનાશ તરફ જાય છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
