તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd April 2024
અમરનાથ યાત્રામાં ર૦ ફૂટનું શિવલીંગ બનવાનો દાવો
ર૯ જુનથી યાત્રા શરૂ થાય તે પહેલા રસ્તા ઉપરથી બરફ હટાવવાની કામગીરી પુરજોશમાં

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. રર : અમરનાથ ગુફા તરફ જતા રોડ ઉપરથી બરફ દૂર કરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટા ભાગની સફાઇ બીઆરઓની ટીમે એક મહિનામાં જ કરી દીધી હતી. જયારે બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે પણ ર૦ ફૂટનું શિવલીંગ બનશે.
બીઆરઓએ કહ્યું કે અમરનાથ યાત્રાના રસ્તા ઉપરથી બરફ દૂર કરવાનું અભિયાન હજુ ચાલુ છે. બાલતાલથી અમરનાથ ગુફા સુધીના રસ્તા ઉપરથી અત્યાધુનિક મશીનરી અને કામદારોની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
ફકત એક મહિનાની અંદર કાલી માતા મંદિર સુધીમાં બરફની સફાઇ થઇ જશે.
યાત્રા દરમિયાન યાત્રિકો અને કર્મચારીઓ માટે કોઇ મુશ્કેલી ન પડે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ૧૪ કિ.મી.ના રસ્તા ઉપર કોઇ મુશ્કેલી ન સર્જાય તેવું કાર્ય થઇ રહ્યું છે.
ર૯ જુનથી શરૂ થતી અમરનાથ ભગવાનની યાત્રા માટે શ્રાઇન બોર્ડની ટીમે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.
જો કે યાત્રા શરૂ થાય તે પહેલા બરફનું શિવલીંગ ઓગળવા લાગે છે. તેવું છેલ્લા ઘણા વર્ષો દરમિયાન જોવા મળ્યું છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
