તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
અબુધાબીનો રોયલ પરિવાર પૃથ્વી પરનો સૌથી અમીર પરિવારઃ ૪૦૦૦ કરોડનું ઘરઃ ૮ પ્રાઈવેટ જેટ અને ૭૦૦ લક્ઝરી કાર
કુલ નેટવર્થ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ૨૫,૩૩,૧૧૩ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી : આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૪,૮૭,૩૬૦ કરોડ રૂપિયાથી ખુબ વધુ છે

નવી દિલ્હી તા. ૨૮ : વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે એલોન મસ્ક, જેના વિશે તો બધા જાણે છે. પરંતુ શું તમે વિશ્વના સૌથી ધનવાન પરિવાર વિશે જાણો છો. આ પરિવારની લક્ઝરી લાઇફની ચર્ચા તો વિશ્વભરમાં થતી રહે છે. આલીશાન મહેલ જે હજારો કરોડ રૂપિયાનો છે અને કારોની સંખ્યા તો એટલી કે કોઈ મોટા શોરૂમમાં પણ ન હોય. પરિવારમાં જેટલા સભ્યો નથી તેનાથી વધુ તો કારો છે. તે પણ બધી લક્ઝરી મોડલવાળી.
બ્લૂમબર્ગનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે પરિવારની પાસે ૮ પ્રાઇવેટ જેટ સિવાય આશરે ૭૦૦ લક્ઝરી કારો અને એક યાટ છે, જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે. અમે વાત કરી રહ્યાં છીએ અબુધાબીના રોયલ પરિવારની, જેને અલ નયાલ પરિવારથી પણ ઓળખવામાં આવે છે. આ વિશ્વનો સૌથી ધનવાન પરિવાર છે, જેની કુલ નેટવર્થ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ૨૫,૩૩,૧૧૩ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૪,૮૭,૩૬૦ કરોડ રૂપિયાથી ખુબ વધુ છે.
સંયુક્ત અરબ અમીરાતના પ્રમુખ અને હેડ ઓફ સ્ટેટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન પરિવારનું વિશ્વભરમાં રોકાણ છે. તેમના ઘરની કિંમત ૪ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ સિવાય ૭૦૦ લક્ઝરી કારનો કાફલો તેમના પરિવાર પાસ છે. આ કાર કલેક્શનમાં કેટલાક રેર મોડલ પણ છે. આ સિવાય ૮ પ્રાઇવેટ જેટ પણ છે. આ મહલનું નામ કષા અલ વતન, જે ૩.૮૦ લાખ વર્ગફુટમાં બનેલો છે. તેના દરવાજા ૩૭ મીટર પહોળો ડોમ બનાવવામાં આવ્યો છે.
રોયલ પેલેસ સિવાય આ પરિવારની પાસે વિશ્વભરમાં ખરીદવામાં આવેલી અનેક પ્રોપર્ટી છે. પેરિસમાં ચેટ્યૂ ડી બેલો, યુકેમાં ઘણા પ્રોપર્ટી હોવાને કારણે શેખ ખલીફાના લેન્ડલોર્ડ ઓફ લંડન કહેવામાં આવે છે. આ પરિવારે વિશ્વભરમાં રોકાણ કર્યું છે. તેમાં એલોન મસ્કની કંપની SpaceX અને રિહાનાની લોજરી કંપની Savage X નું નામ પણ સામેલ છે.
રોયલ પરિવારની પાસે દુનિયાનો સૌથી મોટો યોટ પણ છે, જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે. બ્લૂ સુપરયોટની લંબાઈ આશરે ૫૯૧ ફૂટ છે, જે જેફ બેઝોસની સુપરયોટ કોરૂથી પણ વધુ છે. તેની કિંમત આશરે ૪૯૯૧ કરોડ રૂપિયા છે. આ પરિવાર પાસે તેની ટુકડીમાં બુગાટી, ફેરારી, મેકલેરેન, મર્સિડીઝ-બેન્ઝ અને લેમ્બોર્ગિની સહિત ઘણી કાર છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
