<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

આગામી પાંચ વર્ષોમાં સૌને મળશે કન્‍ફર્મ ટિકિટ

છેલ્લા ૧૦ વર્ષોમાં વડાપ્રધાન મોદીની આગેવાનીમાં રેલવેમાં ભારે બદલાવ આવ્‍યો છે

નવી દિલ્‍હી તા. ૧૪ : રેલવેને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. કરોડો લોકો ટ્રેનથી પ્રવાસ કરે છે. હાલના દિવસોમાં ગરમી સીઝન ચાલી રહી છે અને વેકેશનમાં કન્‍ફર્મ ટિકિટની મારામારી થાય છે. જેથી આગામી પાંચ વર્ષમાં જે યાત્રી ટ્રેન દ્વારા પ્રવાસ કરવા ઇચ્‍છે છે, એ બધા પેસેન્‍જરોને કન્‍ફર્મ ટિકિટ મળશે, એ મોદીની ગેરંટી છે, એમ રેલવે મંત્રી અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્‍ણવએ કહ્યું હતું.

તેમણે એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષોમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં રેલવેમાં ભારે બદલાવ આવ્‍યો છે. આગામી પાંચ વર્ષોમાં વડા પ્રધાન મોદીની ગેરન્‍ટી છે કે રેલવેની ક્ષમતા એટલી વધી જશે કે યાત્રા કરવાવાળા દરેક યાત્રીને સરળતાથી કન્‍ફર્મ ટિકિટ મળી શકે.

તેમણે કહ્યું હતું કે ટ્રેક બનાવવાની પ્રક્રિયામાં ૨૦૦૪થી ૨૦૧૪ની વચ્‍ચે આશરે ૧૭,૦૦૦ કિલોમીટરની ટ્રેક બનાવવામાં આવી હતી, જયારે ૨૦૧૪થી ૨૦૧૪ સુધી ૩૧,૦૦૦ કિલોમીટર નવા ટ્રેક બનાવવામાં આવ્‍યા હતા. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ૫૦૦૦ કિલોમીટર રેલવે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્‍યું હતું, જયારે છેલ્લાં ૧૦ વર્ષોમાં ૪૪,૦૦૦ કિલોમીટરનું ઇલેક્‍ટ્રિફિકેશન કરવામાં આવ્‍યું છે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધીમાં માત્ર ૩૨,૦૦૦ કોચ બનાવવામાં આવ્‍યા હતા, જયારે છેલ્લાં ૧૦ વર્ષોમાં ૫૪,૦૦૦ કોચ બનાવવામાં આવ્‍યા હતા. આગામી પાંચ દેશના અર્થતંત્રના વિકાસમાં મજબૂત રેલવેને વધુ મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને યાત્રીઓની સુવિધાઓનો ઝડપથી વિસ્‍તરણ કરવામાં આવશે.

(4:31 PM IST)