News of Wednesday, 24th April 2024
૨૪ હજાર શિક્ષકોની નોકરી બચાવવા માટે મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી
કલકત્તા હાઇકોર્ટના નીર્ણયને પડકાર્યો : કોર્ટના નિર્ણયથી શાળાઓ પર સંકટના વાદળો

નવી દિલ્હી તા. ૨૪ : પヘમિ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ૨૪ હજાર શિક્ષકોની નોકરી બચાવવા માટે બંગાળની મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે અને કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. પશ્ચિમ બંગાળની TMC સરકારે સુપ્રીમ કોર્ટ પાસે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે. મમતા સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણયથી શાળાઓમાં મોટી ખાલીપો સર્જાશે.
પヘમિ બંગાળની મમતા સરકાર ૨૦૧૬માં કરવામાં આવેલી ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની લગભગ ૨૪,૦૦૦ નિમણૂકોને રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી રહી છે. સર્વોચ્ચ અદાલત સમક્ષની અરજીમાં, રાજય સરકારે આક્ષેપ કર્યો છે કે હાઇકોર્ટે મૌખિક દલીલોના આધારે તેમજ રેકોર્ડ પર કોઈ એફિડેવિટની ગેરહાજરીમાં નિમણૂકોને મનસ્વી રીતે રદ કરી હતી. રાજય સરકારે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાની માંગણી કરી છે. સરકારે કહ્યું છે કે આ નિર્ણય તથ્યોની ‘સંપૂર્ણ અવગણના' કરીને આપવામાં આવ્યો છે. આનાથી શાળાઓમાં મોટી ખાલીપો સર્જાશે.
વાસ્તવમાં, કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજય સરકાર સંચાલિત અને સરકારી સહાયિત શાળાઓમાં રાજય સ્તરીય પસંદગી પરીક્ષણ-૨૦૧૬ની પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવેલી તમામ નિમણૂકોને રદ કરી અને તેને ‘અમાન્ય' જાહેર કરી. હાઈકોર્ટે શિક્ષકની ભરતીને ગેરકાયદેસર ગણાવી હતી અને ૨૪,૦૦૦ ઉમેદવારોને ગેરકાયદેસર ભરતી બાદ મળેલો પગાર પરત કરવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલા મમતા બેનર્જીએ પોતે કહ્યું હતું કે હાઈકોર્ટનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેમની સરકાર તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. તે જ સમયે, પヘમિ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી) ના અધ્યક્ષ સિદ્ધાર્થ મજુમદારે પણ સોમવારે કહ્યું હતું કે તેઓ ૨૦૧૬ માં શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા કરવામાં આવેલી તમામ નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારશે. હાઈકોર્ટે પヘમિ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (એસએસસી) ને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
