<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

પીએમ મોદીએ પોતાના અરબપતિ મિત્રોના ૧૬ લાખ કરોડ માફ કર્યાઃ આટલા પૈસાથી ૧૬ કરોડ યુવાઓને વાર્ષિક ૧ લાખની નોકરી મળી શકેઃ રાહુલના આકરા પ્રહાર

 

 

નવી દિલ્‍હી તા. ર૪: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશ્‍યલ મિડીયા પર પોસ્‍ટ મુકી વડાપ્રધાન પર સીધો હુમલો કર્યો હતો. રાહુલે પોસ્‍ટમાં જણાવેલ કે, નરેન્‍દ્ર મોદીએ પોતાના અરબ પતિ મિત્રોના ૧૬ લાખ કરોડ માફ કર્યા છે.

આટલી રકમથી ૧૬ કરોડ યુવાઓને વાર્ષિક ૧ લાખના પગારની નોકરી મળી શકે, ૧૬ કરોડ મહિલાઓને વર્ષે ૧ લાખ આપી તેના પરિવારની જીંદગી બદલી શકાય. ૧૦ કરોડ ખેડૂત પરિવારોનો કરજ માફ કરી અગણીત આત્‍મહત્‍યાઓને રોકી શકાય. આખા દેશને ર૦ વર્ષ સુધી માત્ર ૪૦૦ રૂપિયામાં ગેસ સીલીન્‍ડર પુરો પાડી શકાય.

ઉપરાંત આ રકમથી ભારતીય સેનાનો ૩ વર્ષનો સંપૂર્ણ ખર્ચ પણ ઉપાડી શકાય. દલીત, આદીવાસી અને પછાત સમાજના દરેક યુવાનું ગ્રેજયુએશન સુધીનું ભણતર મફત થઇ શકે.

જે પૈસા હિન્‍દુસ્‍તાનીઓના દર્દની દવા બની શકતા હતા તેને અદાણીઓની દવા બનાવવામાં ખર્ચ કરી દીધા. દેશ નરેન્‍દ્ર મોદીને આ અપરાધ માટે કયારેય માફ નહીં કરે.

હવે હાથ હાલાત બદલશે. કોંગ્રેસ દરેક હિન્‍દુસ્‍તાનીની પ્રગતિ માટે સરકાર ચલાવશે

(4:32 PM IST)