તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 1st May 2024
ભારત સહિત દક્ષિણ એશિયામાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની ધારણા
દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને ભારત માટે સારા સમાચાર ....લા નીનાને કારણે વધુ વરસાદ પડશે

નવી દિલ્હી, તા.૧: આ વર્ષે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન દક્ષિણ એશિયાના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. સાઉથ એશિયન કલાઈમેટ આઉટલુક ફોરમ (SCOF) એ આ માહિતી આપી છે. આ આગાહી ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન સાનુકૂળ લા નીના પરિસ્થિતિઓને કારણે ભારતમાં ચોમાસાની મોસમના સામાન્ય વરસાદની આગાહીને અનુરૂપ છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે સક્રિય અલ નીનોના કારણે ચોમાસા પર પ્રતિકૂળ અસર થઈ હતી. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે હવે તેની અસર ખતમ થઈ ગઈ છે અને લા નીના સક્રિય થઈ ગઈ છે.
સાઉથ એશિયન કલાઈમેટ આઉટલુક ફોરમ (SASCOF) એ ૨૦૨૪ની ચોમાસાની સિઝન માટે જાહેર કરેલી આગાહીમાં આ વાત કહી છે. કે દક્ષિણ એશિયાના ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ભાગોના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. આ -ાદેશિક આબોહવાની આગાહી દક્ષિણ એશિયાની તમામ નવ રાષ્ટ્રીય હવામાન અને હાઇડ્રોલોજિકલ સેવાઓ (NMHS) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આમાં SASCOFના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
ફોરમે કહ્યું કે હાલમાં મધ્યમ અલ નીનોની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચાર મહિનાની ચોમાસાની સિઝનના પ્રથમ બે મહિના એટલે કે જૂન-જુલાઈ દરમિયાન અલ નીનોની સ્થિતિ તટસ્થ રહેવાની અપેક્ષા છે. ત્યારપછીના બે મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન લા નીનાની સ્થિતિ અનુકૂળ રહેવાની દરેક શક્યતા છે.
SASCOF રિપોર્ટ આવે તે પહેલા જ ભારત હવામાન વિભાગ (IMD)એ ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી હતી. ગયા મહિને, IMD, દક્ષિણ પિ?મ ચોમાસાની મોસમ માટે તેની આગાહીમાં, કહ્યું હતું કે ભારતમાં લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદના ૧૦૬ ટકા વરસાદ પડશે. IMD એ એમ પણ કહ્યું હતું કે ચાર મહિનાની સિઝનના છેલ્લા બે મહિનામાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) વધુ વરસાદ પડશે, કારણ કે તે સમયે અનુકૂળ લા નીનાની સ્થિતિ સર્જાશે
ભારતીય હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈએ જણાવ્યું હતું કે અલ નીનાની ઘટનામાં મધ્ય પેસિફિક મહાસાગરમાં સપાટીનું પાણી ગરમ થઈ જાય છે અને પરિણામે ભારતમાં દક્ષિણ પિ?મ ચોમાસું નબળું પડી જાય છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. તે જ સમયે, લા નીનાના કિસ્સામાં, બરાબર ઊલટું થાય છે અને તેની અસરને કારણે, ચોમાસાની ઋતુમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
