તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 6th May 2024
ટેલિગ્રામ એપ્લિકેશનમાં આવતી અજાણી લિંક ઓપન કરતા પહેલા ચેતી જજો...
મોટાભાગે વૃદ્ધ અને બેકાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે જુદા-જુદા ટાસ્કની ઓફર આપીને થોડાઘણા રૂપિયા બેંક એકાઉન્ટ મોકલી આપે છે બાદમાં એકાઉન્ટમાં રહેલા લાખો રૂપિયા સેરવી લેવામાં આવતા હોય છે

નવી દિલ્હી,તા. ૬: આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં હાર્ડકોર ક્રાઈમની જગ્યા સાયબર ક્રાઈમે લીધી છે. અનેક પ્રકારની રીતે લોકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાના કિસ્સા નોંધાઈ રહ્યા છે. એક સમયે ટેલિગ્રામ સૌથી વિશ્વસનીય એપ્લિકેશન મનાતી હતી હવે તેના મારફતે વધુ ઠગાઈ થતી હોય તેવા કિસ્સા ધ્યાને આવ્યા છે. ટેલિગ્રામ મારફતે વૃદ્ધ અને એકાકી જીવન ગુજારતા હોય અને બેકાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું બની રહ્યું છે.
ટેલિગ્રામ એપ્લિકેશન મૂળ તો ભારતીય છે. સાયબર ગઠિયા તેની પર લિંક મોકલીને ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી લઈને ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચ આપીને વૃદ્ધ કે બેકાર યુવાનોને ફસાવે છે. સાયબર ગઠિયા ટેલિગ્રામમાં એકાઉન્ટ ધરાવનારા લોકોને કરવામાં આવેલ પોસ્ટ તથા પ્રોફાઈલનો અભ્યાસ કરે છે ત્યારબાદ તે મુજબની સ્કીમ અંગેનો મેસેજ સેન્ડ કરીને લાલચ આપે છે. વૃદ્ધોને ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભની લિંક મોકલે છે ત્યારે યુવાનોને ઘરે બેઠા લાખો રૂપિયા કમાવા છે? તે મુજબની લિંક મોકલતા હોય છે. વ્યક્તિ લાલચમાં આવીને લિંક પર ક્લિક કરી બેસે ત્યાંથી સમગ્ર ખેલ શરૂ થઈ જતો હોય છે. જુદા-જુદા ટાસ્કની ઓફર આપીને થોડાઘણા રૂપિયા બેંક એકાઉન્ટ મોકલી આપે છે બાદમાં એકાઉન્ટમાં રહેલા લાખો રૂપિયા સેરવી લેવામાં આવતા હોય છે. હોટલમાં રેટિંગ વધારવાના છે અથવા તો રિવોર્ડ પોઈન્ટ મળ્યા છે લિંક પર ક્લિક કરો નહીંતર જતા રહેશે, ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરીને લાખો રૂપિયા કમાવા મળશે આ પ્રકારના મેસેજ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે.
કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિશિંગ લિંક આવતી જ હોય છે. તમે જે ડિટેલ આપો છો તે થર્ડ પાર્ટી એપ્લિકેશન મારફતે આપો છો. સૌથી અગત્યનું છે કે તમારા સોશિયલ મીડિયામાં આવેલી કોઈપણ અજાણી લિંક ને ક્યારેય ઓપન કરવી જોઈએ નથી તરત જ ડિલિટ કરી દેવી જોઈએ. (સાઈબર એક્સપર્ટ)
શું કરવાથી આવી છેતરપિંડીનો શિકાર બનવાથી બચી શકાય
ઉપાય-૧× એન્ડ્રોઈડ મોબાઈલ ફોનના સેટિંગમાં ઓપ્શન આવે છે જેમાં ગૂગલ પ્લે-સ્ટોર પરથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય. બાકીના પ્લેટફોર્મ પરથી ઇન્સ્ટોલ થાય નહી તે મુજબનું સેટિંગ્સ મોબાઈલ કરી દેવું
ઉપાય-૨× તમારો ફોન અને તેની અંદર રહેલી એપ્લિકેશન સમયાંતરે અપગ્રેડ કરતા રહેવું જોઈએ
ઉપાય-૩× સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ અજાણ્યા નંબરથી આવેલી કોઇપણ લિંક પર ક્લિક કરવું જોઈએ નહીં
ઉપાય-૪× ટેક્સ્ટ મેસેજમાં પણ આવેલી લિંક ઓપન કરવી જોઈએ નહીં
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
