News of Monday, 6th May 2024
ગજબ! ચાલુ ડયૂટી પર સૂઈ ગયા સ્ટેશન માસ્તરઃ ગ્રીન સિગ્નલની રાહ જોતો રહ્યો મોટરમેન
જોકે, કોઈપણ અપ્રિય ઘટના બની ન હતી

લખનૌ,તા. ૬: ટ્રેન દુર્ઘટનાઓમાં અવારનવાર જોવા મળે છે કે બેદરકારીના કારણે મોટા અકસ્માતો થતા હોય છે. આવું જ ૩ મેના રોજ ઉત્તર પ્રદેશના ઇટાવા નજીકના ઉદી મોર રોડ સ્ટેશન પર જોવા મળ્યું હતું. ૩ મેના રોજ સ્ટેશન માસ્તર ડ્યુટી પર સૂઈ ગયો હતો, જેને કારણે પટના-કોટા એક્સપ્રેસ ટ્રેને લગભગ અડધો કલાક સુધી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી હતી. જોકે, કોઈપણ અપ્રિય ઘટના બની નહતી.
તે જ સમયે હવે રેલવેએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને સ્ટેશન માસ્ટરને બેદરકારીનું કારણ સમજાવવા કહ્યું છે. આગરા રેલવે વિભાગના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે પીટીઆઈને જણાવ્યું કે, ‘અમે સ્ટેશન માસ્ટરને પત્ર જારી કર્યો છે અને અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.'
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉદી મોર રોડ સ્ટેશન ઇટાવા પહેલાનું એક નાનું, પરંતુ મહત્વનું સ્ટેશન છે કારણ કે આગ્રા અને ઝાંસીથી પ્રયાગરાજ તરફની ટ્રેનો આ સ્ટેશન પરથી પસાર થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેશન માસ્ટરને જગાડવા અને ટ્રેન પસાર થવા માટે ગ્રીન સિગ્નલ ચાલુ કરવા માટે ટ્રેનના લોકો પાયલોટે ઘણી વખત હોર્ન વગાડવો પડ્યો હતો.
એક સૂત્રએ જણાવ્યું હતું કે સ્ટેશન માસ્ટરે તેમની ભૂલ સ્વીકારી લીધી છે અને ભૂલ માટે માફી માગી છે. તેમણે કહ્યું કે તે સ્ટેશન પર એકલો હતો કારણ કે તેની સાથે ફરજ પરનો પોઈન્ટમેન ટ્રેકની તપાસ માટે ગયો હતો.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
