<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન વડાપ્રધાન મોદી - અમિતભાઇ શાહ કરશે મતદાન

ચૂંટણી પંચ દ્વારા અંતિમ ઓપ : ૧૦ રાજયો અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોની ૯૪ બેઠકો પર મતદાન થશે : જયોતિરાદિત્‍ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્‍વિજય સિંહ, એનસીપી નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, નાયબ મુખ્‍યમંત્રીની પત્‍ની સુનેત્રા પવાર, ડિમ્‍પલ યાદવ અને પ્રહલાદ જોશી જેવા દિગ્‍ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે

નવી દિલ્‍હી તા. ૬ : ૧૮મી લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાન માટે ગઈકાલે સાંજે ૬ વાગ્‍યે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો હતો. ૭ મેના રોજ દેશના ૧૦ રાજયો અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોની ૯૪ બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં આસામમાંથી ૦૪, બિહારમાંથી ૦૫, છત્તીસગઢમાંથી ૦૭, ગોવામાંથી ૦૨, ગુજરાતમાંથી ૨૬, કર્ણાટકમાંથી ૧૪, મધ્‍યપ્રદેશમાંથી ૦૮, મહારાષ્ટ્રમાંથી ૧૧, ઉત્તર પ્રદેશમાંથી ૧૦, પશ્ચિમ બંગાળમાંથી ૪, પヘમિ બંગાળમાંથી ૦૪. જમ્‍મુ-કાશ્‍મીરમાં એક સીટ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે સીટ પર મતદાન થશે. ચૂંટણી પંચે મતદાન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને કેન્‍દ્રીય દળો મતદાન મથકો પર હાજર રહેશે.

 મતદાનના ત્રીજા તબક્કામાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્‍દ્રીય મંત્રી અને બીજેપી નેતા જયોતિરાદિત્‍ય સિંધિયા, મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્‍વિજય સિંહ, એનસીપી (એસપી)ના નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રીની પત્‍ની સુનેત્રા પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્‍ની ડિમ્‍પલ યાદવ અને કેન્‍દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જેવી મંત્રી જેવા દિગ્‍ગજો ચૂંટણી મેદાનમાં છે.

મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે મોડી રાતે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે વડાપ્રધાન મોદી ૭.૩૦ વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્‍કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્‍તારના મતદાર છે, જે ગાંધીનગર લોકસભા મતવિસ્‍તારનો ભાગ છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને પૂર્વ મુખ્‍યમંત્રી આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે. કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.

ચૂંટણી પંચે દેશમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. બે તબક્કામાં મતદાન થયું છે. ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનમાં ૬૬.૧૪ ટકા અને ૨૬ એપ્રિલે બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા મતદાન થયું હતું.(

(11:14 AM IST)