<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

મુકેશ અંબાણીએ ત્રણેય બાળકોના લગ્નમાં કર્યો છે અઢળક ખર્ચ

ઇશાના લગ્નમાં ૮૩૦ કરોડ, આકાશના લગ્નની કંકોત્રી ૧.૫૦ લાખની હતી : અનંતના પ્રિ-વેડીંગ ફંકશનોમાં જ ૧૨૬૦ કરોડનો ખર્ચ થયો

મુંબઇ તા. ૬ : રિપોર્ટ્‍સ અનુસાર, રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીએ અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની પર લગભગ ૧૨૫૦ કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા. હવે જુલાઈમાં યોજાનારા લગ્ન દરમિયાન ખર્ચ વધુ થવાની ધારણા છે. ભારતના સૌથી ધનિક દંપતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી છેલ્લા ઘણા મહિનાઓથી તેમના નાના પુત્ર અનંતના લગ્નને કારણે ચર્ચામાં છે. માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં આયોજિત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના પ્રી-વેડિંગ ફંક્‍શનમાં દેશ અને દુનિયામાંથી મહેમાનો એકત્ર થયા હતા.

કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારના નાના પુત્રના લગ્નના કેટલાક ફંક્‍શન લંડનના સ્‍ટોક પાર્કમાં યોજાશે, જયારે લગ્ન ભારતમાં જ થશે. પહેલીવાર નથી જયારે અંબાણી પરિવાર પોતાના ઘરે લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા હોય. આ પહેલા પણ મુકેશ અને નીતા અંબાણીએ દુનિયાને ‘big fat Indian wedding’ની ઝલક બતાવી હતી. હા, ૨૦૧૮માં દીકરી ઈશા અંબાણીના આનંદ પીરામલ સાથેના લગ્ન ખૂબ જ ભવ્‍ય હતા. આ પછી, મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્‍લોકા મહેતા સાથે ૨૦૧૯ માં થયા, જેમાં ઘણો ખર્ચ થયો.

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન એક મોંઘા ભારતીય લગ્નનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા ઓનલાઈન અહેવાલો અનુસાર, મુકેશ અને નીતા અંબાણીએ તેમની પુત્રીના લગ્નમાં લગભગ ૧૦૦ મિલિયન ડોલર (આશરે ૮૩૦ કરોડ રૂપિયા) ખર્ચ્‍યા હતા. ઈશા અંબાણીના લગ્નના આમંત્રણ કાર્ડની કિંમત લગભગ ૩ લાખ રૂપિયા પ્રતિ નંગ હતી. આ ઉપરાંત, ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર/ગીતકાર બેયોન્‍સે લગ્નમાં પરફોર્મ કરવા માટે ૪-૬ મિલિયન ડોલર (આશરે રૂ. ૩૩-૫૦ કરોડ) આપ્‍યા હતા.ઈશા અંબાણી-આનંદ પીરામલના લગ્નના ફંક્‍શન ત્રણ અલગ-અલગ જગ્‍યાએ યોજાયા હતા. તેમની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી, પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં થઈ હતી અને લગ્ન મુંબઈમાં તેમના ઘર એન્‍ટિલિયામાં થયા હતા. આ લગ્નમાં જાણીતી હસ્‍તીઓએ ભાગ લીધો હતો. આ લગ્નમાં પ્રિયંકા ચોપરા, હિલેરી ક્‍લિન્‍ટન સહિત બોલિવૂડના એ-સ્‍ટાર્સે પણ હાજરી આપી હતી.

આકાશ અંબાણી અને શ્‍લોકા મહેતાના લગ્નની ગણતરી દેશના મોંઘા અને અસાધારણ લગ્નોમાં થાય છે. જો કે તેમના લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચાયા તેની માહિતી ઉપલબ્‍ધ નથી. પરંતુ અહેવાલો અનુસાર, અંબાણી પરિવારે તેમના મોટા પુત્રના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્‍યા હતા. આકાશ અંબાણીના લગ્ન પહેલાના ફંક્‍શન શ્‍લોકા મહેતા સાથે સેન્‍ટ. મોરિટ્‍ઝ જયાં ધ ચેન્‍સમોકર્સ અને કોલ્‍ડપ્‍લેના ક્રિસ માર્ટિને પરફોર્મ કર્યું હતું.આ પછી, મુંબઈમાં ત્રણ દિવસ સુધી લગ્નના કાર્યક્રમો ચાલુ રહ્યા જેમાં બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્‍લેર, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને અબજોપતિ લક્ષ્મી મિત્તલ જેવા ઉદ્યોગપતિઓએ હાજરી આપી. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર લગ્નના કાર્ડની કિંમત લગભગ ૧.૫ લાખ રૂપિયા હતી. આ સિવાય લોકપ્રિય મ્‍યુઝિક બેન્‍ડ મરૂન ૫ એ પણ આકાશ અંબાણી અને શ્‍લોકા મહેતાના લગ્નમાં પરફોર્મ કર્યું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનું પ્રી-વેડિંગ ફંક્‍શન કોઈ પરીકથાથી ઓછું નહોતું. ૧ માર્ચથી ૩ માર્ચ, ૨૦૨૪ દરમિયાન ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ફેસ્‍ટિવલ યોજાયો હતો અને તેમાં વિશ્વ વિખ્‍યાત હસ્‍તીઓએ હાજરી આપી હતી. આ પ્રી-વેડિંગ સેરેમનીમાં અંબાણી પરિવારે જામનગરમાં વિશ્વના દિગ્‍ગજોનો મેળાવડો યોજયો હતો. તેમાં મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફટના કો-ફાઉન્‍ડર બિલ ગેટ્‍સ અને ઈવાન્‍કા ટ્રમ્‍પ જેવી હસ્‍તીઓએ ભાગ લીધો હતો. અંબાણીએ આ પ્રી-વેડિંગ સેરેમનીમાં મહેમાનોને વર્લ્‍ડ ક્‍લાસ શેફ અને લક્‍ઝરી સુવિધાઓ પૂરી પાડી હતી. ડેઈલી મેલના અહેવાલ મુજબ, એશિયાના સૌથી અમીર વ્‍યક્‍તિ અંબાણીએ લગ્ન પહેલાના તહેવારો પર ૧૨૦ મિલિયન રૂપિયા (લગભગ ૧૨૬૦ કરોડ રૂપિયા) ખર્ચ્‍યા હતા.

(12:08 PM IST)