News of Monday, 6th May 2024
ન્યાય વેચાણની વસ્તુ નથી કે વારંવાર આવવું પડે
એક સરખા કેસ અવારનવાર આવશે તો અપાશે અવહેલનાની સજાઃ વાહન ઓવરલોડના કેસોમાં આરટીઓને હાઇકોર્ટની ચેતવણી

જયપુર તા.૬ : રાજસ્થાન હાઇકોર્ટે એક જ પ્રકારના કેસોમાં પિડીતોને વારંવાર ન્યાય માટે આવવાને ગંભીરતાથી લીધુ છે. કોર્ટે કહયુ કે સમાન આદેશ માટે પીઁડિતાને વારંવાર કોર્ટનો દરવાજો ખખડાવવા માટે મજબુર કરવામાં આવે, એક વાર આવી ચુકેલ ચુકાદાનો લાભ એક સરખા બધા કેસોમાં આપવામાં આવે સાથે જ ચેતવણી આપી છે કે હવે આવા કેસ સામે આવશે તો અવહેલનાની કાર્યવાહી કરવામાં આવશેુ
કોર્ટે કહયું કેના આદેશથી અવહેલના કાયદાના રાજના પાયાને અસર કરે છે, એટલે તેનું પાલન કોઇ પણ સંજોગોમાં કરવામાં આવે. જસ્ટીસ અનુપકુમાર ઢંડે નરેશ સિંધલ અને અન્યોની લગભગ ર૦ જેટલી અરજીઓ પર આ આદેશ આપ્યો હતો.
અરજીઓમાં કહેવાયુ હતુ કે ટ્રાન્સપોર્ટ વિભાગે ઓવરલોડ હોવાનો કારણે અરજદારોના વાહનો પર પેનલ્ટી લગાવીને તેમને બ્લેક લીસ્ટ કર્યા હતા.
કોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો કે ઓવરલોડ વાહનોને બ્લેકલીસ્ટ કરતા પહેલા સુનાવણીની તક આપવા સંબંધી પરિપત્ર બહાર પાડવામાં આવે અને તેને વેબસાઇટ પર જાહેર કરવામાં આવે. કોર્ટે એમ પણ કહયું કે આવા કેસમાં આવનાર ડીમાંડ લેટરોને બધા જીલ્લાના જીલ્લા પરિવહન અધિકારી (ડીટીઓ) ત્રણ દિવસમાં નિકાલ કરે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
