News of Monday, 6th May 2024
જેન્સને કમાણીના મામલે વિશ્વના અબજોપતિઓને પાછળ રાખ્યાઃ ૪ મહિનામાં સંપતિ ર૯ અબજ ડોલર વધી
એઆઇ ચીપ બનાવતી કંપની એનવીડીયા કોર્પના સીઇઓ વેઇટર રહેલ એક સમયે તેમની કંપની દેવાળીયા થવાના આરે પહોંચી હતી

નવી દિલ્હી, તા., ૬: જો આપને દુનિયાના અબજોપતિઓ અંગે પુછવામાં આવે તો તમે એલન મસ્ક, જેફ બોસેજ, બર્નાર્ડ આર્નોલ્ડ અને મુકેશ અંબાણી જેવા લોકોના નામ ખુબ ચર્ચામાં છે. કયારેક વેઇટર તરીકે નોકરી કરનાર આ વ્યકિતએ છેલ્લા ૪ મહિનામાં એટલી કમાણી કરી છે કે તેની સામે દુનિયાના અબજોપતિઓ પાછળ રહી ગયા છે. બ્લુમબર્ગ બીલીયોનર્સ ઇન્ડેક્ષ અનુસાર આ વ્યકિતએ કમાણી બાબતે મોટા મોટા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.
આ વેઇટર બીજો કોઇ નહી પણ એ આઇ ચિપ બનાવનાર અમેરીકન કંપની એનવીડીયા કોર્પના સ્થાપક અને સીઇઓ જેન્સન હરવાંગ છે. જેન્સને આ વર્ષમાં છેલ્લા ૪ મહિનામાં ર૯.ર અબજ ડોલરની સંપતી ઉમેરી છે. તેમણે ર૦ર૪ની અત્યાર સુધીની આવક બાબતે બધાને પાછળ રાખી દીધા છે. જેનસન હુઆંગ ૭૩.ર અબજ ડોલરના નેટવર્થ સાથે દુનિયાના અબજોપતિઓના લીસ્ટમાં ર૦ માં નંબર પર છે. પણ ગત ૪ મહિનામાં પોતાની કમાણીથી તેમણે દુનિયાના ટોચના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે.
ર૦ર૪ માં સૌથી વધારે કમાણી કરનારાઓમાં જેન્સન પહેલા નંબર પર અને મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગ બીજા નંબર પર છે. લીસ્ટમાં ત્રીજા નંબર પર એમેઝોનના જેફ બેજોસ છે. જેમણે ર૪.૩ અબજ ડોલરની કમાણી કરી છે.
એનવીડીયાની શરૂઆત પહેલા જેન્સન હુઆંગ વેઇટરની નોકરી કરતા હતા. ૧૯૬૩ નાં તાઇબાનમાં જન્મેલ જેન્સનનું નાનપણ તાઇવાન અને થાઇલેન્ડમાં પસાર થયું હતું. પિતાએ સારા શિક્ષણ માટે ૧૯૭૩ માં તેમને પોતાના સગાઓ પાસે અમેરીકા મોકલી આપ્યા. અભ્યાસ દરમિયાન તેમણે થોડા મહિના ડેનીસ રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કર્યુ. ૧૯૯૩માં તેમણે એનવીડીયાની શરૂઆત કરી. એક સમય એવો પણ આવ્યો હતો કે તેમની કંપની દેવાળીયા થવાના આરે પહોંચી ગઇ હતી.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
