તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 6th May 2024
સાઉદીના રણમાં બની રહયું છે કૃત્રિમ બરફનું સ્કી રિસોર્ટ
રણ, સમુદ્ર અને પર્વતનો એક સાથે જોવા મળશે નઝારોઃ ર૦ર૬ સુધીમાં પુર્ણ થશેઃ ૧૭૭ કિલોમીટર લાંબી પરિયોજના

રિયાધ : સાઉદી અરબના અનોખા રણ સ્કી રિસોર્ટનું કામ ઝડપથી ચાલી રહયુ છે. ટ્રોજેના નામનો આ પ્રોજેકટ ર૦ર૬ સુધીમાં પુર્ણ થવાની આશા છે.
આ પ્રોજેકટમાં રણ વિસ્તારનો નકકી કરાયેલ હિસ્સો ૭૦ ટકા કુત્રિમ બરફથી ઢાંકવામાં આવશે. આ અનોખા સ્કી રીઝોર્ટને લાલ સમુદ્રથી લગભગ ૪૮ કિલોમીટર પુર્વમાં સારાવત પહાડીઓમાં બનાવાઇ રહયો છે. કેમ કે દેશના બાકીના હિસ્સાની સરખામણીમાં અહીં તાપમાન ૧૦ ડીગ્રી ઓછુ રહે છે. શિયાળામાં અહીં તાપમાન શુન્યથી પણ નીચે જતુ રહે છે, જે સાઉદી અરબના અન્ય ભાગથી સાવ ઉલટુ છે. જો કે આ રિસોર્ટના મોટાભાગનો બરફ કૃત્રિમ હશે. સ્કીનો ઢોળાવો વચ્ચે એક માનવ નિર્મીત સરોવર પણ જોવા મળશે. તે ૧૭૭ કિલોમીરટ લાંબી નિયોમ પરિયોજનાનો હિસ્સો છે.
ખાડીના મોટાભાગના દેશો રણની આબોહવા માટે જાણીતા છે. ત્યારે અહીં આ પ્રકારનો સ્કી રિસોર્ટ લોકો માટે એક અનોખો અનુભવ બનશે. નિયોમની વેબસાઇટ અનુસાર, ધંધાદારી, શોખીન બંન્ને પ્રકારના લોકો સ્કીંઇંગનો આનંદ લઇ શકશે. આ રિસોર્ટમાં લાલ સાગરનું વાદળી પાણી, નિયોમ પર્વત શંૃખલાઓની ભવ્યતા અને રણના સોનેરી ટેકરાઓ એક સાથે જોવા મળશે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
