તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 6th May 2024
પૃથ્વી પર નજર રાખનારા ૩ ઉપગ્રહોને બંધ કરાશેઃ નાસાનો નિર્ણય

નવી દિલ્હી તા. ૬: પૃથ્વી પર નજર રાખનારા નાસાના ત્રણ ઉપગ્રહોની ઉંમર હવે પૂર્ણ થઇ ગઇ છે. લાંબા સમયથી ચાલતા ઓર્બિટર્સ ટેરા, એકવા અને ઓરાને ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. આ ઉપગ્રહો બે દાયકા કરતાં વધુ સમયથી પૃથ્વી પર નજર રાખી રહ્યા હતા. જે અપેક્ષા કરતા વધુ છે. આ ઉપગ્રહો હવામાનની આગાહી કરવામાં મદદ કરતા હતા, જંગલની આગનું સંચાલન કરતા હતા અને તેલના ફેલાવાનું પણ મોનીટરીંગ કરતા હતા.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
