<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

મેઘાલયમાં સગીરા પર બળાત્‍કારનો પ્રયત્‍ન કરનારા બે યુવકોને ટોળાએ ઢોર માર માર્યોઃ બન્‍નેના મોત

નવી દિલ્‍હી : મેઘાલયના પૂર્વી પヘમિી ખાસી હિલ્‍સ જિલ્લામાં એક સગીરા પર બળાત્‍કારનો ઙ્કયત્‍ન કરવાના આરોપમાં એક ટોળાએ બે યુવકો પર હુમલો કર્યો હતો જેમાં બંનેના મોત નિપજ્‍યા હતા. પોલીસે કહ્યું કે, આ ઘટના શુક્રવારે બપોરે જિલ્લા મુખ્‍યાલય મૈરાંગના નોંગથ્‍લિવ ગામની છે. સગીરાનો આરોપ છે કે તે ઘરમાં એકલી હતી ત્‍યારે બે લોકોએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેના પર બળાત્‍કારનો પ્રયત્‍ન કર્યો હતો.

જોકે, સગીરાએ બૂમો પાડતા આજુબાજુમાંથી પડોશીઓ ત્‍યાં આવી ગયા હતા અને તેમણે બંને પુરુષોને પકડી લીધા હતા. બંનેને ઝડપી લીધા પછી તેમને નજીકના સામુદાયિક હોલમાં લઈ જવાયા હતા, જ્‍યાં બંને સાથે મારપીટ કરાઈ હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે હોલમાંથી ભીડ જતી રહ્યા પછી બંને પુરુષોને અલગ અલગ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેમના મોત નીપજ્‍યાં હતાં

(1:58 PM IST)