News of Monday, 6th May 2024
નરેન્દ્રભાઇ આજે રાત્રી રોકાણ રાજભવનમાં કરશે
કાલેપ રાણીપની શાળામાં કરશે મતદાન : અમિતભાઇ, આનંદીબેન અને મંગુભાઇ અમદાવાદ આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે. મોડી રાત્રીના અમદાવાદ આવી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. જયારે કાલે સવારે મતદાન કરી અન્ય રાજયના ચૂંટણી પ્રચાર માટે નીકળી જશે.
જયારે ગૃહમંત્રી અમિતભાઇ શાહ, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઇ પટેલ પણ મોડી રાત્રે અમદાવાદ આવશે. આ ત્રણેય મહાનુભાવ પણ આવતીકાલે મતદાન કરી પરત ફરશે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
