<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ન્‍યુ શકિત સોસાયટીમાંથી ભરત ઉર્ફે બાબો ચોરાઉ બે ટુ વ્‍હીલર સાથે પકડાયો

થોરાળા પોલીસના એ.એસ.આઇ. રાજેશભાઇ મેર, હેડ કોન્‍સ. જયદીપસિંહ જાડેજા અને હસમુખભાઇ નીનામાની બાતમી

રાજકોટ તા. ૬: શહેરના માર્કેટીંગ યાર્ડ અને મોરબીમાંથી એકસેસ અને એકટીવા ચોરી કરી ફેરવતા શખ્‍સને થોરાળા પોલીસે સાગર ચોક ન્‍યુ શકિત સોસાયટીમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના સાગર ચોક પાસે ન્‍યુશકિત સોસાયટી મેઇન રોડ પર એક શખ્‍સ ચોરાઉ એકટીવા લઇને નિકળ્‍યો હોવાની થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. રાજેશભાઇ મેર, હેડ કોન્‍સ. જયદીપસિંહ જાડેજા અને કોન્‍સ. હસમુખભાઇ નીનામાને બાતમી મળતા ન્‍યુ શકિત સોસાયટીમાંથી ભરત ઉફેર્ઢ બાબો મેસુરભાઇ જારીયા (ઉ.વ. ૪ર) (રહે. જેલ રોડ બોરીચાવાસ મોરબી) ને જીજે-૩ એમડી-૪૯ર૪ નંબરના ચોરાઉ એકટીવા સાથે પકડી લઇ પૂછપરછ કરતા તેણે વધુ એક ટુ વ્‍હીલર એકટીવા ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ચોરાઉ એકટીવા અને એકસેસ કબ્‍જે કર્યા હતા તેણે એકાદ મહિના પહેલા માર્કેટીંગ યાર્ડ પાસે, સાગરનગરમાંથી ચોરી કર્યું હતું અને દોઢ મહિના પહેલા મોરબીમાંથી એકટીવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પીઆઇ. એન. જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એમ. પરમાર, એ.એસ.આઇ. એચ. એમ. ઝાલા, આર. એસ. મેર, હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા, હસમુખભાઇ નીનામા, વિમલભાઇ ધાણજા, જયદીપસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, કોન્‍સ. સંજયભાઇ અલગોતર તથા પ્રકાશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

(3:33 PM IST)