<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

યુપીની રાયબરેલી બેઠકનો હવાલો છતીસગઢના ભુતપુર્વ મુખ્‍યપ્રધાન ભુપેશ બધેલને જયારે રાયબરેલી બેઠકની જવાબદારી રાજસ્‍થાનના પુર્વ સી.એમ.અશોક ગેહલોતને સોંપાઇ

લોકસભાની ચુંટણીના મતદાન પુર્વ ઉતરપ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક ઉપર કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લીકાર્જુન ખડગે દ્વારા પરીવેકસકોના નામની જાહેરાત

 

૧૫-૧૭ વર્ષના ૪ છોકરાઓએ ૧૯ વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્‍કાર

વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી : ચાર કિશોરોની ધરપકડ

રાંચી, તા.૬: ઝારખંડના રામગઢ જિલ્લામાં ૧૯ વર્ષીય એક છોકરી સાથે દુષ્‍કર્મ આચરવા અને આ કળત્‍યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી.

પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના ૨૧ એપ્રિલના રોજ થઇ હતી, પરંતુ પીડિતાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી ન હતી, કારણ કે છોકરાઓએ ધમકી આપી હતી કે જો તેણે પોતાની આપવિતી કોઇને જણાવી તો તે દુષ્‍કર્મનો આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે. પોલીસ અધિકારીના અનુસાર આરોપી છોકરાની ઉંમર ૧૫ થી ૧૭ વર્ષની વચ્‍ચે બતાવવામાં આવી રહી છે.

રામગઢના પોલીસ અધિક્ષક વિમલ કુમારે કહ્યું કે છોકરાઓએ કથિત રીતે આ વાંધાજનક વીડિયો ૩ મેના રોજ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યો હતો. પોલીસ અધિક્ષકે કહ્યું, પીડિત યુવતીના પરિવારે ૪ મેના રોજ રામગઢ પોલીસ સ્‍ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ચારેય આરોપીઓને પકડીને સુધાર ગળહમાં મોકલી આપવામાં આવ્‍યા હતા.

છોકરીઈ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આ ઘટના ૨૧ એપ્રિલના રોજ થઇ જ્‍યારે ચાર છોકરા તેને રામગઢ પોલીસ મથક ક્ષેત્રના કોલસા ડમ્‍પિંગ યાર્દમાં એક સુમસામ જગ્‍યા પર ખેંચીને લઇ ગયા અને તેની સાથે દુષ્‍કર્મ આચર્યું.

(5:38 PM IST)