News of Monday, 6th May 2024
બેરોજગારી વધીઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને નથી મળતી ઇન્ટર્નશીપ
વિદેશમાં કામ કરવા ઇચ્છતા ભારતીયોની ઘટી રહી છે સંખ્યાઃ અમેરિકામાં ૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

નવી દિલ્હી તા. ૬: આ વર્ષે અમેરિકામાં અભ્યાસ કરી રહેલ ભારતીય વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ નથી મળી રહી. અમેરિકામાં બેરોજગારી વધવાના અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે એન્ટ્રી લેવલ જોબ્સની અછત અને અમેરિકામાં આ વર્ષે ચુંટણી હોવાથી નોકરીઓમાં અમેરિકન છાત્રોને પ્રાથમિકતા મળવાના કારણે આઇવી બીગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરનારા હોશીયાર ભારતીય વિદ્યાર્થીઓ પણ ઇન્ટર્નશીપ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મોંઘવારી વધવાના કારણે અમેરિકામાં રહેવાનો ખર્ચ બહુ વધી ગયો છે, નોકરીઓમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા અને સ્પોન્સર શીપમાં ઘટાડાએ ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે.
શરૂ થઇ રહ્યો છે ઉલ્ટો પ્રવાહ
હવે વિદેશીઓ ભારતમાં નોકરી કરવા માંગે છે
આ દરમ્યાન અમેરિકા-બ્રિટન સહિત વિદેશોમાં નોકરી શોધનાર ભારતીયોની સંખ્યામાં ર૦ર૩માં મોટો ઘટાડો નોંધાયો છે. બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપ (બીસીજી) એ પોતાના એક અભ્યાસમાં દાવો કર્યો કે વિદેશમાં કામ કરવા ઇચ્છુક ભારતીયોની સંખ્યા ર૦ર૦ના ૭૮ ટકાથી ઘટીને ર૦ર૩માં પ૪ ટકા જ થઇ ગઇ છે. તો બીજી તરફ ભારતમાં કામ કરવામાં ઉંડો રસ દાખવનારા વિભીન્ન દેશોના લોકો ત્યાર પછી નાઇઝીરીયા અને કેન્યાનો નંબર છે. આ પરિસ્થિતી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતમાં કામની તકો વધવા તરફ ઇશારો કરે છે. ભારતમાં કામ કરવા ઇચ્છુક વિદેશીઓ માટે બેંગ્લોર અને દિલ્હી પસંદગીના સ્થળો છે. તો અમદાવાદ પણ કામ કરવા લાયક દુનિયાના ટોચના ૧૦૦ શહેરોમાં સામેલ છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
