<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

અકાલીદળના ઉમેદવાર બુટ્રેલાએ ચંડીગઢમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો: પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું

હરદીપ બુટ્રેલાએ કહ્યું-તેમને પાર્ટી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. ચૂંટણી લડવા માટે તેમની પાસે પૈસાની અછત હતી

શિરોમણી અકાલી દળના ચંડીગઢ લોકસભાના ઉમેદવાર હરદીપ સિંહ બુટરેલાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હરદીપ બુટ્રેલાએ કહ્યું કે, તેમણે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે તેમને પાર્ટી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. ચૂંટણી લડવા માટે તેમની પાસે પૈસાની અછત હતી, તેથી ચૂંટણી ન લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(7:12 PM IST)