<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

દિલ્હીમાં ૨૫ મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે

સોનિયા ગાંધી , પ્રિયંકા, રાહુલ કોંગ્રેસને વોટ નહી આપી શકેઃકોંગ્રેસે આ ચૂંટણી INDI ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડવાનો નિર્ણય કર્યો હતો

નવી દિલ્હી, તા.૬

દિલ્હીની તમામ ૭ લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં ૨૪ મે ના દિવસે મતદાન થવાનું છે. જેનું પરિણામ ૪ જૂને આવશે. દિલ્હીમાં સતત ૧૦ વર્ષથી ઝીરો પર આઉટ રહેલી કોંગ્રેસે આ ચૂંટણી INDI ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડવાનો નિર્ણય કર્યો છે. જેથી આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી  અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી એવી ૪ બેઠકો કુલ સાત બેઠકોમાંથી આપને મળી છે. જયારે કોંગ્રેસને ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી મળ્યા છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે ગાંધી પરિવાર આ વખતે કોંગ્રેસને મત નહીં આપે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા આ વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપે. આ તમામ નેતાઓ નવી દિલ્હી લોકસભા મતવિસ્તારના મતદારો છે. આપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી સમજૂતી મુજબ આ સીટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટીને ગઈ છે. અહીંથી પાર્ટીએ સોમનાથ ભારતીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

એક સમયે કોંગ્રેસનો ગઢ હતો નવી દિલ્હી  વર્ષ ૧૯૫૧માં નવી દિલ્હી લોકસભા મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. ૧૯૫૨ થી ૨૦૦૯ સુધી કોંગ્રેસે અહીં દરેક ચૂંટણી લડી છે અને અત્યાર સુધી કોંગ્રેસ અહીં સાત વખત ચૂંટણી જીતી ચુકી છે. કોંગ્રેસ નેતા અજય માકન ૨૦૦૪ અને ૨૦૦૯માં અહીંથી ચૂંટાયા હતા.

આ પછી ભાજપ નેતા મીનાક્ષી લેખીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં ચૂંટણી જીતી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દિલ્હીમાંથી સફાયો થઈ ગયો છે. આ વખતે પાર્ટીએ આપ સાથે ગઠબંધન કર્યું છે. સાત બેઠકોમાંથી આપને ૪ અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે.

(11:04 PM IST)