News of Monday, 6th May 2024
અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપે હુમલો કરાવ્યો હોવાનો દાવો
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરીઃઅજાણ્યા શખ્સો દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી

અમેઠી, તા.૬
ઉત્તરપ્રદેશના અમેઠીમાં રવિવારે મોડીરાતે કોંગ્રેસ કાર્યાલયમાં હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સો દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની માહિતી મળ્યા પછી સ્થળની મુલાકાત લઈ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસે આ હુમલો બીજેપીના ગુડાઓએ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં કારના કાચને નુકસાન કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે સમગ્ર ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે ભાજપને અમેઠીમાં હારી જવાનો ડર હોવાના પગલે આ હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ અંગે વધુમાાં કહ્યું છે કે કોંગ્રેસના કાર્યાલય પર બીજેપીના ગુડાઓએ જ લાકડીઓ અને લોખંડના ડંડાઓ વડે હુમલો કર્યો છે અને વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં કોંગ્રેસના કાર્યકર અને અમેઠીના લોકોને પણ ઈજા પહોંચી છે. આ સિવાય સ્થાનિકોના વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
