News of Tuesday, 7th May 2024
કોંગ્રેસે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે AICC નિરીક્ષકો તરીકે સચિન પાયલટ, બિરેન્દ્ર સિંહ અને ડૉ. સીપી જોશીની નિમણૂક કરી
સચિન પાયલટ છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી છે. જ્યાં ત્રીજા તબક્કામાં મતદાન થશે : દિલ્હીમાં 25 મેના રોજ સાત લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે

નવી દિલ્હી : કૉંગ્રેસે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે AICC નિરીક્ષકો તરીકે સચિન પાયલટ, ચૌધરી બિરેન્દ્ર સિંહ અને ડૉ. સીપી જોશીની નિમણૂક કરી છે. સચિન પાયલટ છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી છે. જ્યાં આવતીકાલે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે દિલ્હીમાં 25 મેના રોજ સાત લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ત્રણ બેઠકો કૉંગ્રેસના ક્વોટામાં ગઈ છે, જ્યારે બાકીની ચાર બેઠકો માટે AAPના ઉમેદવારો મેદાનમાં છે.
ડૉ. સી.પી. જોશી રાજસ્થાન વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર છે. કોંગ્રેસના મજબૂત નેતા ગણાતા ડો.સી.પી.જોશી રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
