<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th May 2024

ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર કુલ 1331 ઉમેદવારો મેદાનમા

10 કેન્દ્રીય મંત્રીઓ અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહીત અનેક દિગજ્જ નેતાઓના ભાવિ મતદારો નક્કી કરશે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આવતીકાલે એટલે કે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યે સમાપ્ત થશે. જો કે, લોકસભાની કેટલીક બેઠકો પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે.

 લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 10, ગુજરાતમાંથી 25, કર્ણાટકમાંથી 14, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશમાંથી નવ, આસામમાંથી ચાર, બિહારમાંથી પાંચ, છત્તીસગઢમાંથી સાત, પશ્ચિમ બંગાળમાંથી ચાર, દમણ દીવમાંથી અને દાદરા અને નગર હવેલીની બે બેઠકો પર મતદાન થશે.


 

(12:30 AM IST)