<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th May 2024

એઆઈ - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અનેક નવી સુવિધાઓ સાથે બે વેરિએન્ટમાં એપલનું 'આઇપેડ પ્રો ૨૦૨૪' લોન્ચ થયું

એપલ કંપનીએ ઢગલાબંધ, એઆઈ - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, નવીનતમ સુવિધાઓ સાથે નવું 'આઇપેડ પ્રો ૨૦૨૪' લોન્ચ કર્યું.

આ નવા આઇપેડમાં યુઝર્સને સ્ટોરેજ ક્ષમતાને ૨ ટીબી સુધી એક્સપાન્ડ કરવાના વિકલ્પ સાથે, પૂરતી સ્ટોરેજ સ્પેસ મળે છે. ટેબ્લેટમાં પ્રચંડ શક્તિશાળી M4 ચિપ છે, જે અસાધારણ પરફોર્મન્સ અને કાર્યક્ષમતા આપે છે.

 

નવું આઈપેડ પ્રો ૨૦૨૪, બે સાઈઝમાં ઉપલબ્ધ છે, એક ૧૧-ઇંચ ડિસ્પ્લે સાથે અને બીજું, ૧૩-ઇંચ ડિસ્પ્લે સાથે.

 

આઇપેડ પ્રો ૨૦૨૪ના બંને વેરીએન્ટમાં એપલની નવી ટેન્ડમ 'ઓ-એલઈડી’ ટેક્નોલોજી આપવામાં આપેલ છે. 

 

ટેન્ડમ 'ઓ-એલઈડી’ સ્ક્રીન, આઇપેડ પ્રો મોડલ્સની અગાઉની જનરેશનમાં વપરાતી મિની-એલઇડી ટેક્નોલોજીમાંથી નોંધપાત્ર રીતે અલગ પડે છે..

(10:21 PM IST)