તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
કોર્ટે વહુને પ્રેમી સાથે રહેવા જવા દીધી એટલે સસરાને લાગી આવ્યું: ચડી ગયા ટાંકી પર ..
એક પરિણીત મહિલા તેના બે બાળકો અને પતિને છોડીને ૧૪ એપ્રિલના રોજ ગામના જ કોઈ અન્ય યુવક સાથે નાસી ગઈ હતી

અલીપુર,તા. ૮: રાજસ્થાનમાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં એક કેસ માટે કોર્ટે એવું નિવેદન આપ્યું હતું કે તે ચર્ચાનો વિષય બન્યું છે. અહીં કોર્ટે એક મહિલાને તેના પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપી દીધી હતી. પણ આ બાબતે હદ તો ત્યારે વટાવી હતી કે જયારે કોર્ટના આવા નિવેદન બાદ તેના તેના સાસરિયાઓ રોષે ભરાયા હતા. તેટલું જ નહીં કોર્ટના ચુકાદાનો જાણે વિરોધ કરતાં હોય તેમ તેઓ પાણીની ટાંકી પર ચઢી ગયા હતા.
તમને જણાવી દઈએ કે અલીપુરની રહેવાસી એક પરિણીત મહિલા તેના બે બાળકો અને પતિને છોડીને ૧૪ એપ્રિલના રોજ ગામના જ કોઈ અન્ય યુવક સાથે નાસી ગઈ હતી. જેના કારણે પરિવારજનોએ બૈજુપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. મહિલાના સાસરિયાંઓના જણાવ્યા અનુસાર બૈજુપાડા પોલીસે પરિણીત મહિલાને સમજાવીને કોર્ટમાં રજૂ કરી હતી.
આ રીતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ આ મહિલા કોર્ટમાં સુદ્ધાં હાજર થઈ હતી, જયાં મહિલાએ તેના પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મહિલાના સાસરિયાંને આ વાત જરાય ગળે ન ઉતરી એટલે સસરા તો પાણીની ટાંકી પર ચઢી જઈને લટકી ગયા હતા.
કોર્ટમાંથી પરિણીત યુવતીને તેના પ્રેમી સાથે મોકલી દેવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ આ મહિલાના સાસરિયાંવાળાઓને પણ આ અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નહોતી. માટે જ તેઓ ગુસ્સે ભરાઇ ગયા હતા અને તેઓએ પોલીસ પર આરોપ લગાવ્યા હતા.
કોર્ટના આ નિર્ણય બાદ નારાજ થયેલા સસરા તો સાંજે ૪ વાગ્યે બૈજુપાડા સ્થિત એક પાણીની ટાંકી પર ચડી ગયા હતા અને નીચેથી લટકીને કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ત્યાં આવી ગઈ હતી. આ મામલો લગભગ અડધા કલાક સુધી ચાલતો રહ્યો.
આ મામલાની જાણ થતાંની સાથે જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, જયાં લગભગ અડધા કલાક સુધી ચાલેલી આ ઘટનામાં પાણીની ટાંકી પર ચડેલા સસરાને અન્ય સભ્યોને ત્યાં ટાંકી પર મોકલીને સસરાને સમજાવવા કહ્યું હતું. ત્યારબાદ સસરાને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા.
ટાંકી પરથી સસરા નીચે ઉતર્યા બાદ મહિલાના પરિવારજનો બૈજુપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધરણા પર ઉતરી ગયા હતા. પરિવારના સભ્યોએ કહ્યું હતું કે પોલીસે પરિણીત મહિલાને અહીં બોલાવીને તેના પરિવારને મળાવવી જોઈએ. પછી પોલીસે તેમણે ન્યાય આપવાનું કહીને મામલો ઠંડો પાડ્યો હતો.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
