તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ભારતીય પરિવારોની બચત ત્રણ વર્ષમાં ૯ લાખ કરોડ રૂપિયા ઘટી : જે ૫૦ વર્ષમાં સૌથી ઓછી
દેશના જીડીપીમાં ઘરગથ્થુ બચતનો હિસ્સો ઘટીને ૫.૩% પર આવી ગયો છે, જે ૫૦ વર્ષમાં સૌથી ઓછો છે

નવી દિલ્હી, તા.૮: ભારતીય પરિવારોની ચોખ્ખી બચત ત્રણ વર્ષમાં રૂ. ૯ લાખ કરોડથી વધુ ઘટી છે. દેશના જીડીપીમાં ઘરગથ્થુ બચતનો હિસ્સો ઘટીને ૫.૩્રુ પર આવી ગયો છે, જે ૫૦ વર્ષમાં સૌથી ઓછો છે. આંકડા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પરિવારોની ચોખ્ખી બચત ઘટીને ૧૪.૧૬ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જે ૨૦૨૦-૨૧માં ૨૩.૨૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. બચતનો આ આંકડો ૫ વર્ષમાં સૌથી નીચો સ્તર છે.
અગાઉ, વર્ષ ૨૦૧૭-૧૮માં ચોખ્ખી સ્થાનિક બચત રૂ. ૧૩.૦૫ લાખ કરોડ હતી. ભારતીય પરિવારો પર બેંકોનું કુલ દેવું પણ ૨૦૨૨-૨૩માં વધીને રૂ. ૧૧.૮૮ લાખ કરોડ થયું હતું, જે ૨૦૨૧-૨૨માં રૂ. ૭.૭ લાખ કરોડ હતું.
૨૦૨૨-૨૩માં પરિવારોની ચોખ્ખી બચત ઘટીને ૧૪.૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે
૨૦૨૨-૨૩માં ભારતીય પરિવારોની કુલ બચત રૂ. ૨૭.૭ લાખ કરોડ હતી, જે ૨૦૨૧-૨૨માં રૂ. ૨૬.૧ લાખ કરોડ હતી, એટલે કે બચતમાં ૧૪%નો વધારો થયો હતો. ભારતીય પરિવારોની કુલ જવાબદારી રૂ. ૧૫.૬ લાખ કરોડ હતી, જે ૨૦૨૧-૨૨માં રૂ. ૯ લાખ કરોડ હતી, એટલે કે એક વર્ષમાં દેવું ૭૩% વધ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડમાં પરિવારોનું કુલ રોકાણ રૂ. ૧.૭૯ લાખ કરોડે પહોંચ્યું હતું, જે ૨૦૨૧-૨૨માં માત્ર રૂ. ૬૪,૦૮૪ કરોડ હતું. ૨૦૨૨-૨૩માં શેર અને ડિબેન્ચરમાં રોકાણ રૂ. ૨.૦૬ લાખ કરોડ હતું, જે ૨૦૨૧-૨૨માં માત્ર રૂ. ૧.૦૭ લાખ કરોડ હતું.
પરિવારોની કુલ બચત
૨૦૧૮-૧૯ ૧૪.૯ ૭.૯%
૨૦૧૯-૨૦ ૧૫.૫ ૭.૭%
૨૦૨૦-૨૧ ૨૩.૩ ૧૧.૭%
૨૦૨૧-૨૨ ૧૭.૧ ૭.૩%
૨૦૨૨-૨૩ ૧૪.૨ ૫.૩%
(ભારતીય પરિવારોની કુલ બચત લાખ કરોડ રૂપિયામાં)
આ રીતે પરિવારો પર બેંકોનું દેવું વધ્યું
જીડીપીમાં વર્ષની લોનની રકમનો હિસ્સો
૨૦૧૮-૧૯ ૫.૮ ૩.૧%
૨૦૧૯-૨૦ ૪.૮ ૨.૪%
૨૦૨૦-૨૧ ૬.૧ ૩.૦%
૨૦૨૧-૨૨ ૭.૭ ૩.૩%
૨૦૨૨-૨૩ ૧૧.૯ ૪.૪%.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
